વડા પ્રધાન મોદી આજે ગુજરાતમાં, વિશ્વના સૌથી મોટા અલ્ટ્રા મેગા હાઇબ્રીડ પાર્કનો શિલાન્યાસ કરાવશે

વડા પ્રધાન મોદી આજે ગુજરાતમાં, વિશ્વના સૌથી મોટા અલ્ટ્રા મેગા હાઇબ્રીડ પાર્કનો શિલાન્યાસ કરાવશે


કચ્છ, તા. 15 ડિસેમ્બર 2020 મંગળવાર

PM મોદી કચ્છના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. વિવિધ ત્રણ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે જેમાં કચ્છના ગુંદિયાળી ખાતે ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન, કચ્છની સરહદ ડેરીના અત્યાધુનિક ડેરી પ્લાન્ટની પણ સ્થાપના અને કચ્છના ખાવડા નજીક હાઈબ્રિડ પાર્કની સ્થાપના કરશે.

ડિસેલિનેશન પ્લાન્ટથી દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠું બનાવી શકાશે. આવો જ પ્લાન્ટ સોમનાથ નજીક સુત્રાપાડા, દ્વારકાના ગાંધીવી અને ઘોઘામાં પણ સ્થપાશે. 

વળી કચ્છ ડેરીના 129 કરોડના ઓટોમેટિક ડેરી પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે. કચ્છમાં વિશ્વના સૌથી મોટા અલ્ટ્રા મેગા હાઇબ્રીડ પાર્કનો શિલાન્યાસ કરશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37haSDC

0 Response to "વડા પ્રધાન મોદી આજે ગુજરાતમાં, વિશ્વના સૌથી મોટા અલ્ટ્રા મેગા હાઇબ્રીડ પાર્કનો શિલાન્યાસ કરાવશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel