પશ્ચિમ રેલવેએ સમગ્ર પાર્સલ આવકમાં રૂ. 100 કરોડનો આંકડો પાર કર્યો

પશ્ચિમ રેલવેએ સમગ્ર પાર્સલ આવકમાં રૂ. 100 કરોડનો આંકડો પાર કર્યો


અમદાવાદ, તા. 15 ડિસેમ્બર 2020 મંગળવાર

કોવિડ-19થી ઉત્પન્ન થયેલ સમસ્યા દરમિયાન પણ પશ્ચિમ રેલવે આવશ્યક માલની સપ્લાય નિરંતર ચાલુ રાખવા માટેના શ્રેષ્ઠ પ્રયાસોની ખાતરી આપી રહી છે. આ જ ક્રમમાં પશ્ચિમ રેલવેએ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન એકંદર પાર્સલ આવકમાં રૂ. 100 કરોડના મોટા આંકડાને પાર કરી લીધો છે. 

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી એક અખબારી યાદી મુજબ, પશ્ચિમ રેલવેએ તેના એકંદર પાર્સલ બુકિંગ દ્વારા 1 એપ્રિલ, 2020થી 9 ડિસેમ્બર, 2020થી રૂ .103.38 કરોડની આવક મેળવી 100 કરોડ રૂપિયા આવકનો મોટો આંકડો પાર કરી ગયો છે. 

આ આવક 2.90 લાખ ટન માલનાં વહન દ્વારા પ્રાપ્ત થઈ છે. પશ્ચિમ રેલવેએ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય રેલવેના કુલ લોડિંગ અને આવકમાં લગભગ 22થી 24% હિસ્સો સુનિશ્ચિત કર્યો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qXXQ5S

0 Response to "પશ્ચિમ રેલવેએ સમગ્ર પાર્સલ આવકમાં રૂ. 100 કરોડનો આંકડો પાર કર્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel