કોરોનાની મહામારીની માફક હવે ફેબ્રુઆરીમાં સ્વાઈન ફલૂનો ખતરો!

કોરોનાની મહામારીની માફક હવે ફેબ્રુઆરીમાં સ્વાઈન ફલૂનો ખતરો!


- એક-એક વર્ષના ગાળે ઉથલો મારે છે, જાન્યુઆરીથી માર્ચ અને ઓગષ્ટથી ઓકટોબર ગણાય છે સ્વાઈનફ્લુની પીક સીઝન 

- કોવિડ-૧૯ હળવો પડે અને સ્વાઈન ફલુ ડોકાય એના વચ્ચે મોકળાશ કેટલી?! અટકળોનો વિષય

- ગત વર્ષે ગુજરાત સહિત ચાર રાજયોમાં જ નોંધાયા'તા સમગ્ર દેશમાં ૫૪% કેસો

રાજકોટ, તા. 8 ડિસેમ્બર 2020, મંગળવાર

કોવિડ-૧૯નો કહર કયારે હળવો થાય એ નક્કી નથી. અટકળો મંડાય છે કે થોડા દિવસો બાદ ઠંડી વધ્યે કોરોના કેસો ઘટી શકે. જો કે, આ તર્કને કોઈ સત્તાવાર સમર્થન તો આપી શકતું જ નથી. બીજી તરફ, અગાઉના ઈન્ફલુએન્ઝા પેન્ડેમિક સ્વાઈનફલુનો ટ્રેક રેકોર્ડ જોતાં આગામી ફેબુ્રઆરીથી તેનો ખતરો તોળાઈ શકે એવી પણ તબીબોની અટકળ છે, અને ભૂતકાળમાં સ્વાઈનફલુ બાબતે ગુજરાત પંકાઈ ચૂકેલું હોવાથી હવે ગુજરાતીઓએ કોરોના ઉપરાંત સ્વાઈનફલુથી પણ સાવધ રહેવું પડે એમ છે!

વર્ષ ૨૦૦૯માં એચ૧ એન૧ની નવી સ્ટ્રેઈન તરીકે પ્રસ્થાપિત સ્વાઈનફલુ જાન્યુઆરી-૨૦૦૯થી ઓગષ્ટ-૨૦૧૦ સુધી પ્રસર્યો હતો. ભારતમાં એ પછીથી સ્વાઈનફલુ છેલ્લા થોડા વર્ષોમાં વર્તણુંક બદલીને ત્રાટકતો જ રહ્યો, પણ લગભગ એક -એક વર્ષના અંતરાલ સાથે. નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલે ત્રણેક વર્ષ પહેલાં જાહેર કર્યા મુજબ, આ વાયરસની વર્ષમાં બે સીઝન રહે છે ઃ જાયુઆરીથી માર્ચ અને ઓગષ્ટથી ઓકટોબર.

માત્ર શિયાળાની ઋતુમાં જ સ્વાઈનફલુ થાય એવું નથી રહ્યું તે અનુભવ ગુજરાતીઓ પણ કરી ચુકયા છે. બલ્કે, ઓલ્ટરનેટ યર્સમાં નોંધાયેલા કેસોના આંકડા પણ એ પૂરવાર કરી ચૂકયા છે. શરૂઆતનાં તબક્કે જાન્યુઆરી તેનું મેજર પીક અને ઓગષ્ટ માઈનોર પીક મનાતું, પછીથી વચ્ચે અમૂક તબક્કે એનાંથી ઉલ્ટં  બન્યું અને એવી સાયકલ જોતાં હવે આગામી ફેબુ્રઆરી ચેતવાં જેવો મનાય છે. 

વિતેલા દશકામાં ૨૦૧૬ને બાદ કરતાં સ્વાઈનફલુના લગભગ ૬૩ ટકા કેસો મહારાષ્ટ્ર, ગુજરાત રાજસ્થાન, દિલ્હી અને તામિલનાડુમાં બન્યા હતાં અને ૨૦૧૯માં ૧૫૫૮૦ કેસોમાંથી લગભગ ૫૪ ટકા કેસ રાજસ્થાન, ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્રમાં હતાં. ૨૦૨૦માં સ્વાઈનફલુના કેસ પ્રમાણમાં ઓછા રહ્યાં છે, પરંતુ આવનારા ફેબુ્રઆરી આસપાસ શું બને છે તેના પર મીટ મંડાયેલી છે. દરમિયાન, માનવશરીરના ઉષ્ણતામાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ (૯૮.૬ ડિગ્રી ફેરનહિટ) આસપાસ કોરોના વાયરસ વધુ સર્વાઈવ થઈ શકતો હોવાના અને શિયાળામાં વાતાવરણનું તાપમાન ૧૫થી ૫ ડિગ્રી સેલ્સિયસ રહે ત્યારે કોવિડ કેસો ઘટવાનાં અનુમાન પણ મંડાઈ રહ્યાં છે ત્યારે એ પછી જો સ્વાઈન ફલુ આવે, તો વચ્ચે લોકોને કેટલો ગાળો રાહત રહેશે એ જોવાનું રહેશે!



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lXI9Ys

0 Response to "કોરોનાની મહામારીની માફક હવે ફેબ્રુઆરીમાં સ્વાઈન ફલૂનો ખતરો!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel