
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ગુજરાતથી આગળ વધતા ઠંડીનું જોર વધશે
અમદાવાદ, તા. 13 ડિસેમ્બર 2020 રવિવાર
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલની વચ્ચે અનેક ગામડાં અને શહેરોમાંધુમ્મસ છવાયું છે. વાતાવરણમાં આવેલા પરિવર્તનને કારણે વિઝિબિલિટી ડાઉન થતાં વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. અચાનક વાતાવરણના પલટાથી બેવડી ઋતુનો અનુભવ થયો છે રાજ્યમાં કડકડતી ઠંડી પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
રાજ્યમાં ઠંડીને લઈને હવામાનની આગાહી સામે આવી છે જેમાં લઘુત્તમ તાપમાન ગગડવાની શક્યતાઓ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતથી આગળ વધતા ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે. હાડ થીજવતી ઠંડીનો લોકોએ સામનો કરવો પડી શકે છે.
આવનારા 3 દિવસ ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની આગાહી છે. રાજ્યમાં અમદાવાદ સહીત અનેક શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા લોકો હવે સ્વેટર પહેરવા મજબુર બન્યા છે તો અનેક વિસ્તારોમાં ઠંડી ઉડાડવા લોકો તાપણાં કરતા પણ નજરે પડી રહ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3meByJa
0 Response to "વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ગુજરાતથી આગળ વધતા ઠંડીનું જોર વધશે"
Post a Comment