
મહીસાગર જિલ્લામાં કોરોના પ્રકોપ યથાવત : નવા આઠ પોઝિટિવ કેસ
બાલાસિનોર, તા. 17 ડિસેમ્બર 2020, ગુરુવાર
મહીસાગર જિલ્લામાં આજે ખાનપુર તાલુકાની ૧ સ્ત્રી, લુણાવાડા તાલુકાના ૨ પુરૂષ, સંતરામપુર તાલુકાના ૩ પુરૂષ, વિરપુર તાલુકાની ૧ સ્ત્રી, ૧ પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
આમ, જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૧૭-૧૨-૨૦૨૦ના સાંજના ૪-૩૦ વાગ્યા સુધીમાં ૧૮૫૮ કેસ પોઝીટીવ નોધાયા છે. આજે જિલ્લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની ૧ સ્ત્રી, લુણાવાડા તાલુકાના ૨ પુરૂષ, વિરપુર તાલુકાના ૧ પુરૂષે કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં સ્વગૃહે પરત ફર્યા છે. આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૭૪૩ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૮ વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી ૩૫ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૪૩ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ ૯૯૪૭૪ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૪૩૧ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૧૪ દર્દી ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, લુણાવાડા, ૪૦ દર્દી હોમ આઇસોલેશન, ૩ દર્દી લુણાવાડા, ૭ દર્દી એસ.ડી.એચ. સંતરામપુર અને ૮ દર્દી અન્ય જિલ્લા ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૬૭ દર્દીઓ સ્ટેબલ, ૫ દર્દીઓ ઓક્સિજન પર છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rf7l0H
0 Response to "મહીસાગર જિલ્લામાં કોરોના પ્રકોપ યથાવત : નવા આઠ પોઝિટિવ કેસ"
Post a Comment