
કડીના દેત્રોજ રોડ પરથી ઉપયોગ કરાયેલ પીપીઇ કીટ મળતાં ફફડાટ
મહેસાણા તા.05 ડીસેમ્બર 2020, શનિવાર
કડીના દેત્રોજ રોડ પર આવેલ કેનાલ નજીકથી ઉપયોગ કરાયેલ પીપીઇ કીટ ફેંકી દેવાયેલ હાલતમાં મળી આવતાં આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો છે. અગાઉ પણ એક હોસ્પિટલ ધાબા ઉપર પીપીઇ કીટ સહિત બાયો મેડીકલ વેસ્ટ સળગાવી નાસ કરવાનો કિસ્સો નોંધાયો છે.
બાયો મેડીકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા હોવા છતાં કેટલાક ખાનગી હોસ્પિટલો દ્વારા લોકોના આરોગ્ય જોખમમાં મુકાય છતેવી રીતે બાયો મેડીકલ વેસ્ટને જાહેરમાં ફેંકી દેવામાં આવે છે. કડી શહેરમાં થોડા સમય અગાઉ એક ખાનગી હોસ્પિટલના ધાબા ઉપર પીપીઇ કીટ સળગાવી નાશ કરવામાં આવતાં વિવાદ સર્જાયો હતો. તેવી જ એક ઘટના સામે આવી છે. જેમાં કડીના દેત્રોજ રોડ પર આવેલ નર્મદા કેનાલ નજીકથી ઉપયોગમાં લેવાયેલ પીપીઇ કીટ અજાણ્યા શખસોએ લોકોના સ્વસ્થય જોખમમાં મુકાય તેવી રીતે જાહેરમાં ફેંકી દેવાયેલ મળી આવેલ છે. જેના કારણે આજુબાજુના લોકોમાં ફફડાટ સાથે રોષની લાગણી ફેલાઈ છે. જ્યારે બેદરકારીપૂર્વક આ પ્રકારના બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવાને બદલે જાહેરમાં નાંખવાની વૃતી ધરાવતા જવાબદારો સામે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલ કોરોના મહામારી વચ્ચે કડીમાં જોખમી રીતે જાહેરમાં ફેંકી દેવાયેલ પીપીઇ કીટ મળી આવતાં અનેક તર્કવિર્તક સર્જાયા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VFsMsT
0 Response to "કડીના દેત્રોજ રોડ પરથી ઉપયોગ કરાયેલ પીપીઇ કીટ મળતાં ફફડાટ"
Post a Comment