સરકારી કર્મચારીઓએ કચેરીમાં જીન્સ-ટી શર્ટ, રંગીન કપડા તથા સ્લીપર પહેરવા પર પ્રતિબંધ

સરકારી કર્મચારીઓએ કચેરીમાં જીન્સ-ટી શર્ટ, રંગીન કપડા તથા સ્લીપર પહેરવા પર પ્રતિબંધ


મુંબઈ તા. 11 ડિસેમ્બર, 2020, શુક્રવાર

મહારાષ્ટ્ર સરકારે સરકારી અધિકારી અને કર્મચારીઓનો ડ્રેસ કોડ લાગુ કર્યો છે. સરકારી કચેરીમાં ભડકા કલર (રંગીન), ચિત્રવિચિત્ર એવા કપડાં, જીન્સ, ટી-શર્ટ પહેરવા નહીં. આ સાથોસાથ કચેરીમાં સ્લીપર પહેરવા પર પણ મનાઈ કરવામાં આવી છે. એટલું જ નહીં, કર્મચારી, અધિકારીઓને અઠવાડિયામાં એક વખત ખાદીના કપડા પહેરવાના રહેશે, એમ રાજ્યના સામાન્ય પ્રશાસન વિભાગે જારી કરેલા પરિપત્રકમાં ઉલ્લેખ કરાયો છે. 

રાજ્યના જનરલ પ્રશાસન વિભાગે જારી કરેલા પરિપત્રકને લીધે હવે સરકારી કચેરીમાંથી જીન્સ અને ટી-શર્ટ દૂર થશે. ફરજ પર હોય ત્યારે કેવા કપડા પરિધાન કરવા આ બાબતેની માર્ગદર્શક આપતી સૂચના આપવામાં આવી છે. 

આ સૂચના અનુસાર કચેરીમાં ફરજ દરમિયાન ભડકા કલ, વિચિત્ર કપડા પરિધાન કરવા નહીં. તેમ જ ટી-શર્ટ, જીન્સ પણ પહેરવા નહીં. આ સિવાય અઠવાડિયામાં એક દિવસ ખાદી કપડા પહેરવા પડશે, એવું પરિપત્રકમાં ઉલ્લેખ છે. 

મહિલાઓ કર્મચારીઓએ સાડી, સલવાર કુર્તા, શર્ટ અને ટ્રાઉઝ પહેરી શકે છે. આ સિવાય મહિલા ચંપલ, સેન્ડલ, બૂટ પહેરવા અને પુરુષ કર્મચારીઓએ શકય હોય તો બૂટ અથવા સેન્ડલ પહેરવા એવો સ્પષ્ટ આદેશ આપ્યો છે, પરંતુ સ્લીપર બિલકુલ પહેરવા નહીં એવી સૂચના કરી છે.




from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oKrNnM

0 Response to "સરકારી કર્મચારીઓએ કચેરીમાં જીન્સ-ટી શર્ટ, રંગીન કપડા તથા સ્લીપર પહેરવા પર પ્રતિબંધ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel