
મહેસાણા જિલ્લામાં કોરોનાના 30, બનાસકાંઠા 17, પાટણમાં 15 કેસ
મહેસાણા,તા.11 ડીસેમ્બર 2020, શુક્રવાર
ઉત્તર ગુજરાતમાં ગત સપ્તાહ બાદ હવે કોરોના સંક્રમણ મંદ પડયું છે. મહેસાણા જિલ્લામાં ૩૦, પાટણ-૧૫ તથા બનાસકાંઠામાં ૧૭ કોરોનાના કેસ જોવા મળ્યા છે. ઉત્તર ગુજરાતનો કુલ ૬૨ થવા પામ્યો છે. જ્યારે મહેસાણા શહેરમાં કોરોનાગ્રસ્ત વૃધ્ધાનું મોત થયું હતું.
મહેસાણા જિલ્લામાં ૧૧મી ડીસેમ્બર સુધી ૩૦૮૪૪ના સેમ્પલ લેવાયા હતા. જે પૈકી ૨૮૩૪૮નો નેગેટીવ રિપોર્ટ આવેલ છે. ૫૪૦ સેમ્પલનું રિઝલ્ટ આવેલ છે. જેમાં ૫૨૮ નો રિપોર્ટ નેગેટીવ આવેલ છે. સરકારી લેબ ૧૨ તથા ખાનગી લેબમાં ૧૮ પોઝીટીવ મળી કુલ ૩૦ કોરોના દર્દીઓ સંક્રમિત જોવા મળ્યા છે. ૫૩૭ સેમ્પલનું રિઝલ્ટ બાકી છે જ્યારે ૩૩ દર્દીઓ સાજા થતાં રજા અપાઈ છે. જ્યારે એક્ટીવ કેસ ૫૯૮ જોવા મળ્યો છે. શહેરી વિસ્તારમાં ૧૬ તથા ગ્રામ્યમાં ૧૪ કેસ નોંધાયા છે. જેમાં ૮ મહિલા તથા ૨૨ પુરુષનો સમાવેશ થાય છે. મહેસાણા શહેરમાં ૫ કેસ નોંધાયા છે. જેમાં વિસનગર રોડ-૧, નાગલપુર-૧, રાધનપુર રોડ-૨, ટી.બી. રોડ-૧ જ્યારે તાલુકાના ગોઝારિયામાં-૧, પાંચોટ-૧, ઊંઝામાં-૬, કડીમાં-૧, વિસનગર-૪, કડીના યશવંતપુરા, ચંદનપુરામાં-૧-૧ કેસ, ઊંઝાના ઉપેરા તથા વિસનગરના દેણપમાં-૨ કેસ, કાંસા એન.એ. -૧, વિજાપુરના મંડાલી, ખરોડ, ડાભલામાં-૧-૧ કેસ, વડનગરના મઢાસણામાં-૧ કેસ, બેચરાજીના જેતપુરમાં-૧, ખેરાલુના ચાડામાં -૨ કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણા જિલ્લામાં એક વૃધ્ધાનું કોરોનાથી મોત થવા પામ્યું છે.
પાટણ જિલ્લામાં કુલ ૧૫ કેસ નોંધાયા છે. જે પૈકી સૌથી વધુ પાટણ શહેરમાં ૧૧, રાધનપુર-૨, ચાણસ્મા-૧, સમી-૧ કેસ નોંધાયો છે. જિલ્લાનો કુલ સંક્રમિત આંક ૩૯૭૨ નોંધાયો છે. ૧૫ કેસ પૈકી ૭ મહિલા તથા ૮ પુરુષ દર્દી કોરોના સંક્રમિત થયા છે. પાટણ શહેરના ૫ દર્દીઓનો અમદાવાદની ખાનગી લેબમાં પોઝીટીવ કેસ નોંધાયા છે.
જ્યારે બનાસકાંઠા જિલ્લામાં સરકારી લેબમાં ૧૦૧૧ માં ૮ પોઝિટિવ જ્યારે ગાંધી લિંકન આરટીપીસીઆર તથા બનાસ મેડિકલ આરટીપીસીમાં ૬૫માંથી ૫ પોઝિટિવ કેસ ખાનગી લેબમાં ૧૩ પૈકી ૪ મળી કુલ ૧૦૮૯ સેમ્પલમાંથી ૧૭નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કાંકરેજ-૨, પાલનપુર-૧, દાંતા-૨, ડીસામાં ૨ સંક્રમિત કેસ નોંધાયા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a4Wxfo
0 Response to "મહેસાણા જિલ્લામાં કોરોનાના 30, બનાસકાંઠા 17, પાટણમાં 15 કેસ"
Post a Comment