
ધોળકામાં કૃષિ બીલ, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સહિતના મુદ્દે રજૂઆત
બગોદરા, તા.21 ડિસેમ્બર 2020, સોમવાર
ધોળકા ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ખેડુતોના કૃષી બીલ તેમજ મોંધવારી સહિતના મુદ્દે વડાપ્રધાન મોદીને સંબોધીને પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું અને યોગ્ય પગલા ભરવાની માંગ કરી હતી.
આ અંગે આવેદન પત્રમાં જણાવ્યા મુજબ તાજેતરમાં દિલ્હી ખાતે સરકારના કૃષી બીલ સબંધે ખેડુતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે .
ત્યારે આ ત્રણેય કૃષી બીલો ખેડુતો માટે કાળા કાયદા સમાન હોવાનું જણાવી તેમજ ત્રણેય બીલો પરત ખેંચવાની માંગ કરી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા તાજેતરમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે જેમાં ગેસ સીલીન્ડરમાં અંદાજે રૂા.૧૦૦નો ભાવ વધારો થયો છે તેમજ પેટ્રોલ-ડિઝલ, શાકભાજી સહિતના ભાવો પણ આસમાને પહોંચ્યા છે.
જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને હાલાકી પડી રહી છે અને જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બની ગયું છે. આથી સરકાર દ્વારા આ તમામ મુદ્દે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા વડાપ્રધાનને સંબોધીને પ્રાંત અધિકારીને લેખીત રજુઆતો કરવામાં આવી હતી આ તકે દિલત અધિકાર મંચના હોદ્દેદારો, આગેવાનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
0 Response to "ધોળકામાં કૃષિ બીલ, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સહિતના મુદ્દે રજૂઆત"
Post a Comment