
ધોરાજીમાં 7 સીનિયર સિટિઝન કોરોના પોઝિટિવ આવતાં ફફડાટ
ધોરાજી, તા. 3 ડિસેમ્બર 2020, ગુરુવાર
ધોરાજીમાં એક જ દિવસમાં ૭ સિનિયર સિટીઝનો કોરોના પોઝિટિવ આવતા ફફડાટ છવાયો છે. સરકારી હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ જ્યારથી શરૂ કરવામાં આવી છે ત્યારે પ્રથમ સરકાર દ્વારા તાત્કાલીક અસરથી ડોક્ટરોને નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ હાલમાં હોસ્પિટલમાં ફૂલટાઈમ એમબીબીએસ તેમ જ એમડી ડોક્ટર ન હોવાના કારણે દર્દીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. રાજ્ય સરકારે અહીંની સરકારી હોસ્પિટલમાં ૭૦ બેડની મંજૂરી આપી હોવા છતાં માત્ર ૩૫ બેડ છે. તાત્કાલિક અસરથી ૭૦ બેડ ધરાવતી હોસ્પિટલ શરૂ કરવામાં આવે અને સરકાર ડોક્ટરોની નિમણૂક કરે એવી શહેરની જનતાની લાગણી છે.
માત્ર પોઝિટિવ દર્દીને ઓક્સિજન સિવાય અન્ય કોઇ સારવાર અપાતી જ નથી, મહત્વના ડોક્ટરની જગ્યા ખાલી
શહેરમાં ફરી કોરોના વાઇરસે માથું ઊંચક્યું છે અને દરરોજ કેસ વધી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં એન્ટીજન કોરોના ટેસ્ટ ૨૩૦૫ લોકોના કરવામાં આવ્યા હતા, જેમાંથી ૪૭૧ પોઝિટિવ આવ્યા છે. જ્યારે રાજકોટ ખાતે લેવામાં આવતા સેમ્પલ આર.ટી.પી.સી.આર. અત્યાર સુધીમાં ૩૨૩૭ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી ૪૭૫ પોઝિટિવ આવ્યા છે.
હાલ ૨૫ દર્દીઓ દાખલ છે. જેમાંથી ૧૭ દર્દીઓ ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા છે અને બાકીના આઠ દર્દીઓ કોરોનાની સામાન્ય સારવાર લઇ રહ્યા છે. પહેલાં ૮ સિનિયર ડોક્ટરો હતા. બહારથી ડોક્ટરો મૂકવામાં આવ્યા હતા. હાલમાં ચાર ડોક્ટરો છે, પરંતુ એમડી તેમ જ એમબીબીએસ ડોક્ટર ફુલટાઈમની જરૂર છે. જે બાબતે સરકારમાં માગણી મૂકી છે. પરંતુ નવી નિમણૂક કરવામાં આવી નથી. હાલમાં ચાર નર્સની પણ જરૂર છે. હાલમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા એમડી ફિઝિશિયન દરરોજ સરકારી હોસ્પિટલમાં વિઝિટમાં સેવા આપે છે, પરંતુ કાયમી નિમણૂક થઈ જાય તો દર્દીઓને મોટો ફાયદો થાય તેમ છે.
ધોરાજી સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને તાત્કાલીક રજા આપવામાં આવે છે અને પૂરતી સારવાર મળી રહે તે પ્રકારની સેવાઓ આપવામાં નથી આવતી. કોરોના પોઝિટિવ દર્દીઓને માત્ર ઓક્સિજન પૂરતી જ સારવાર આપવામાં આવે છે. સરકારી હોસ્પિટલમાં વધુ દર્દી દાખલ ન થાય તે પ્રકારે ડોક્ટરો દર્દીઓને રજા આપી દેતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
વેન્ટિલેટર ઇમરજન્સી સારવારની તાત્કાલિક સુવિધાઓ પણ આપવી જોઈએ. પરંતુ સરકારી હોસ્પિટલ માત્ર કોવિડ કેર સેન્ટર હોય તે પ્રકારની સુવિધા મળી રહી છે. કાયદેસરની જે પ્રકારે રાજકોટમાં સુવિધા છે તે પ્રકારની સુવિધા અદ્યતન બિલ્ડીંગ હોવા છતાં મળતી નથી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oeyKgO
0 Response to "ધોરાજીમાં 7 સીનિયર સિટિઝન કોરોના પોઝિટિવ આવતાં ફફડાટ"
Post a Comment