દિયોદર માર્ગ મકાન વિભાગના ઈજનેર પાસેથી 73.13 લાખની મિલ્કત મળી

દિયોદર માર્ગ મકાન વિભાગના ઈજનેર પાસેથી 73.13 લાખની મિલ્કત મળી

ચાર માસ અગાઉ ઝાડ કટીંગનુ બિલ મંજૂર કરવા રૂ.42 હજારની  લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો

પાલનપુર,તા.13 ડીસેમ્બર 2020, રવિવાર

બનાસકાંઠાના દિયોદર ખાતે આવેલ માર્ગ અને મકાન પેટા વિભાગના અધિક મદદનીશ ઈજનેર રોડ સાઈડના ઝાડ કટિંગનુ બીલ પાસ કરવા માટે કોન્ટ્રાક્ટ પાસે રૃ.૪૨ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો હતો. જેની તપાસમાં આ વર્ગ-૩ના અધિકારી પાસેથી રૃ.૭૩.૧૩ લાખની અપ્રણાસર મિલકત મળી આવતા એસીબી દ્વારા ૧૨૬ દિવસથી જ્યુડિશિયલ કસ્ટડી ભોગવતા મદદનીશ ઈજનેર વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દિયોદરની માર્ગ અને મકાન પેટા વિભાગની કચેરીમાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઈજનેર રાહુલ બાબુલાલ પટેલે ત્રણેક માસ અગાઉ રોડ સાઈડના ઝાડ કટિંગનુ બિલ પાસ કરવા માટે કોન્ટ્રાક્ટર પાસે ૪૨ હજારની લાંચ માંગી હતી. અને એસીબીની ટીમે છટકું ગોઠવીને વર્ગ-૩ના અધિકારીને લાંચ લેતા ઝડપી પાડયો હતો. જેને લઈ લાંચ કેસમાં ઝડપાયેલ મદદનીશ ઈજનેરેન સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જે બાદ એસીબી દ્વારા આરોપીની મિલકત સંબંધી તપાસ કરતા તેના પરિવારની દસ્તાવેજી પુરાવા, બેંક ખાતા અને સરકારી વ્યવહારોનુ વિશ્લેષણ કરવામાં આવતા આ ઈજનેરની ફરજ દરમિયાન કુલ રૃ.૬૦,૭૦,૧૮૫ની આવક થઈ હતી. જેની સામે રૃ.૧,૩૩,૮૩,૪૧૪નો ખર્ચ કરેલ હોઈ બાકી બચતી રૃ.૭૩,૧૩,૨૨૯ લાખની મિલકત અપ્રમામસર હોવાનું માલુમ પડતા એસીબી દ્વારા દિયોદર માર્ગ અને મકાન પેટા વિભાગના સસ્પેન્ડ તેમજ ૧૨૬ દિવસથી જ્યુડિશિયલ કસ્ટડી ભોગવતા અધિક મદદનીશ ઈજનેર રાહુલ બાબુલાલ પટેલ સામે ફરજ દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને અપ્રમાણસર મિલકત વસાવવા બદલ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવતા લાંચની લત ધરાવતા સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qSCeaK

0 Response to "દિયોદર માર્ગ મકાન વિભાગના ઈજનેર પાસેથી 73.13 લાખની મિલ્કત મળી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel