
મહેસાણામાં 10 વર્ષથી નીચેના બે બાળકો કોરોનાથી સંક્રમિત થયા
મહેસાણા, તા.13 ડીસેમ્બર 2020, રવિવાર
ઉત્તર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ થોભવાનું નામ જ નથી લેતું અને દિવસે ને દિવસે સંક્રમણ વધી જ રહ્યું છે ત્યારે આજે રવિવારે મહેસાણા, પાટણ અને બ બનાસકાંઠામાં ૭૭ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં મહેસાણા જિલ્લામાં સૌથી વધુ વિસ્તારોમાં સંક્રમણ આજે વધુ ફેલાયું હતું. મહેસાણામાં ૧૦ વર્ષથી નીચેના બે બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે. અત્યાર સુધી એવું માનતા હતા કે ૧૩ વર્ષથી નીચેના બાળકોમાં આ રોગ ઓછો જોવા મળે છે પરંતુ બે બાળકો પોઝીટીવ થતા હવે વાલીઓએ ચિંતા કરવા જેવું રહ્યું છે.
મહેસાણા જિલ્લામાં રવિવારે લેવાયેલ સેમ્પલમાંથી ૫૩૨ સેમ્પલનું રીઝલ્ટ આવ્યું હતું. જેમાં ૫૧૬નું રીઝલ્ટ નેગેટિવ તો ૧૬ સેમ્પલ પોઝિટિવ આવેલ છે તેમજ અન્ય લેબ ખાતે ૨૩ પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. મહેસાણા જિલ્લામાં નોંધાયેલ ૩૯ કેસ જોતા મહેસાણા શહેરના અલગ અલગ વિસ્તારમાં ૮ કેસ, કડી પંથકમાં ૪, ઊંઝા ૭, વિસનગર-૯, વિજાપુર-૪, મહેસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૫ કેસ, બેચરાજી ૧, વડનગર-૧ મળી ૩૯ પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જિલ્લામાં આજે ૪૪ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા ૫૮૯ થવા પામી છે.
પાટણ જિલ્લામાં પણ રવિવારે વધુ ૨૫ પોઝિટિવ દર્દીઓ આવ્યા હતા. જે પૈકી પાટણ શહેર અને તાલુકાના ૯ દર્દી નોંધાયા હતા. ચાણસ્મામાં-૫, રાધનપુર-૩, સિધ્ધપુર-૩, સમી-૨, સાંતલપુર -૨ અને હારીજ-૧ મળી ૨૫ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા હતા. જિલ્લામાં ૪૦૧૧ પોઝિટિવ દર્દી અત્યાર સુધી નોંધાઈ ચુક્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ વધુ ૧૩ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં સરકારી લેબમાં ચાર, ખાનગી લેબમાં નવ દર્દી સામે આવ્યા હતા. ઉત્તર ગુજરાતના શહેરી વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવા પણ નાગરિકોની માંગ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mka2ds
0 Response to "મહેસાણામાં 10 વર્ષથી નીચેના બે બાળકો કોરોનાથી સંક્રમિત થયા"
Post a Comment