
દ્વારકા જિલ્લામાં કોરોના વેક્સિન સર્વે માટે 657 ટીમો કાર્યરત
ખંભાળિયા, તા.11 ડિસેમ્બર 2020,ગુરુવાર
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને નાથવા માટે વેક્સિન અંગેનું ટ્રાયલ હાલ અંતિમ ચરણમાં છએ, ત્યારે દ્વારકા જિલ્લામાં કોરોના વિરોધી રસી લોકોને આપવા માટે તંત્ર દ્વારા આયોજનપૂર્વકની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં આરોગ્ય વિભાગની ગાીડલાઈન મુજબ લોકોને પ્રાથમિકતા મુજબ કોરોના વાઈરસની રસી મળે તે માટે આજે ગુરૂવારથી રવિવાર સુધી ચાર દિવસનો ખાસ સર્વે કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.
અસરકારક અમલીકરણ માટે ચૂંટણી દરમિયાન જે રીતે મતદાન મથક દીઠ ટીમની રચના કરવામાં આવે છે. તેવી રીતે મતદાન મથકના વિસ્તાર મુજબ ખંભાળિયા તાલુકામાં ૨૩૭, ભાણવડ તાલુકામાં ૯૮, દ્વારકા તાલુકામાં ૧૪૭ અને કલ્યાણપુર તાલુકામાં ૧૭૫ સર્વેની ટીમ રચવામાં આવી છે. આ ટીમો બી.એલ.ઓ. શિક્ષક, સહિતના કાર્યકરો, કર્મચારીઓ જરૂરી વિગતો એકત્ર કરશે. જેમને જરૂરી આધાર પુરાવાઓ આપી, કામગીરીમાં સહકાર આપવા આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરનાં વડપણ હેઠળ જિલ્લામાં બીએલઓ, શિક્ષક, આંગણવાડી કાર્યકર, આરોગ્ય કાર્યકર, અને તલાટી મંત્રીઓની ખાસ ટીમો બનાવી અન ેજિલ્લામાં હાઉસ ટુ હાઉસસર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોરોના વેક્સિન માટે જિલ્લામાં ૫૦ વર્ષથી વધુ ઉંમરના અને ૫૦ વર્ષથી ઓછી ઉંમરના પરંતુ વિવિધ બીમારી ધરાવતા લોકો અંગેની નિયત પત્રકમાં યાદી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37U1oNK
0 Response to "દ્વારકા જિલ્લામાં કોરોના વેક્સિન સર્વે માટે 657 ટીમો કાર્યરત"
Post a Comment