ઊંઝાના વેપારી અને બોગસ બિલિંગથી 6 કરોડની GST ચોરી કરનાર સંજય માધાની ધરપકડ

ઊંઝાના વેપારી અને બોગસ બિલિંગથી 6 કરોડની GST ચોરી કરનાર સંજય માધાની ધરપકડ


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 14 ડિસેમ્બર, 2020, સોમવાર

બોગસ બિલિંગ કરીને રૂા. 6 કરોડથી વધુ રકમની જીએસટીની ચોરી કરવાના કૌભાંડમાં સંડોવેયાલા ઊંઝાના વેપારી સંજય પટેલ ઉર્ફે સંજય માધાની આજે ગુજરાતના જીએસટીના અધિકારીઓએ ધરપકડ કરી છે.

સંજય પ્રહલાદભાઈ પટેલ ઉર્ફે સંજય માધા અને તેના સાથી કૌભાંડકારોએ મળીને ગરીબ માણસોને નાની નાની રકમની લાલચ આપીને તેમના નામાં  બોગસ કંપનીઓ ઊભી કરી હતી. આ કંપનીઓનો ઉપયોગ કરીન ેસંજય પટેલે બોગસ બિલિંગ કર્યં હતું.

આ બોગસ બિલિંગ રૂા. 109. 97 કરોડ જેટલા ોગસ બિલ બનાવ્યા હતા. તેની મદદથી રૂા. 6 કરોડથી વધુ રકમની જીએસટીની ચોરી કરી હોવાનું પ્રસ્થાપિત થયું છે.  તેમણે બોગસ કંપનીઓને નામે ઇ-વે બિલ જનરેટ કર્યા હતા. ત્યારબાદ તેમણે તેના પર ભરવાની થતી ટેક્સ ક્રેડિટ જમા કરાવી જ ન હતી. 

જેમને નામે સંજય પટેલે નોંધણી નંબર મેળવ્યા હતા. તેમના નામ માત્ર કાગળ પર જ હોવાનું જોવા મળ્યું હતું. આ કેસના સંદર્ભમાં અગાઉ હિરેન પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આજે તેની ધરપકડ કરાયા બાદ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેને કોર્ટને 17મી ડિસેમ્બર સુધી જ્યુડિશનયલ કસ્ટડીમાં ઇન્ટ્રોગેશન માટે જ રાખવા આદેશ કર્યો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WfED1g

0 Response to "ઊંઝાના વેપારી અને બોગસ બિલિંગથી 6 કરોડની GST ચોરી કરનાર સંજય માધાની ધરપકડ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel