સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનાં 300 કરોડનાં વીજ બિલ બાકી!

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનાં 300 કરોડનાં વીજ બિલ બાકી!


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 14 ડિસેમ્બર, 2020, સોમવાર

ગુજરાતની બિલિંગ કંપનીઓ 95 ટકાથી વધુ બિલિંગ રિકવરી કરતી હોવા છતાંય મહાનગર પાલિકાઓ, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો પાસેથી અંદાજે 300 કરોડના બિલ વસૂલી શકતી જ નથી.

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને વીજબિલિંગ માટે સરકારી કંપનીઓદ્વારા નોટિસ પાઠવવામાં આવે એટલે તેઓ તરત જ કોર્ટનો આશરો લઈને પાવર કનેક્શન કપાતું અટકાવી દે છેે. પરિણામે વીજ કંંપનીઓ બાકી બિલિંગના વપરાશના યુનિટ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લૉસમાં નાખી દેતી હોવાથી તે વીજવપરાસનો બોજ પણ આમજનતાના બિલમાં જોડાઈ જાય છે. આમજનતા તેને પરિણામે દરેકનો બોજ વેંઢારી રહી છે. 

છેલ્લા પખવાડિયામાં જ જૂનાગઢની સંસ્થાને નોટિસ આપવામાં આવતી હતી. તેનું અંદાજે 76 લાખનું બિલ બાકી હોવાથી અપાયેલી નોટિસ સામે સ્ટે મેળવવા તેણે કોર્ટનો આશરો લઈ લીધો હતો.

આમ બિલ જમા કરાવવાનું વલણ નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોમાં જોવા મળતું નથી. તેઓ બિલ ન જમા કરાવતા હોવાથી વીજ કંપનીઓ બાકી લેણાની રકમ સામે વપરાયેલા યુનિટ્સ ટી એન્ડ ડી લૉસમાં બતાવી દે છે. 

ટી એન્ડ ડી લોસમાં તે યુનિટ બતાવે તેને પરિણામ ેતેનો બોજ ગુજરાતના 1.20 કરોડ  વીજ જોડાણધારોકોને માથે તેનો બોજ નાખી દેવામાં આવે છે. આમ બિલ ન ભરનારને પ્રોટેક્શન આપવામાં આવે છે. બીજીતરફ બિલ ભરનારાઓને દંડવામાં આવી રહ્યા છે.

કારણ કે જેમણે બિલ નથી ભર્યા તેને ટી એન્ડ ડી લૉસમાં બતાવીને તેનો બોજ બિલ ભરનારાઓને માથે નાખી દેવામાં આવે છે.  પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં ટી એન્ડ ડી લૉસ ગુજરાતમાં સૌથી વધુ છે. આ વિસ્તારમાં વીજ ચોરી પણ ખાસ્સી છે. એક સમયે તેને ટીએન્ડી લૉસ 29 ટકાનો છે.

હવે તે ઘટીને 21.6 ટકાની આસપાસ આવી ગયો છે. બીજીતરફ મધ્ય ગુજરાતમાં ટી એન્ડી લૉસ 11.2 ટકાનો, દક્ષિણ ગુજરાતમાં 10.2 ટકા અને ઉત્તર ગુજરાતમાં 9.6 ટકાનો ટી એન્ડ ડી લૉસ છે. આ લોસ 5 ટકાથી નીચે લાવવાની સૂચના વીજ કંપનીઓને વર્ષોથી આપવામાં આવી છે. પરંતુ તેઓ તેને માટે બહુ પ્રયાસો કરતાં નથી. ખાનગી વીજ કંપનીઓ ટી એન્ડ ડી લૉસ 5 ટકા કે તેનાથી નીચે લાવવામાં સફળ થઈ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wi2eyp

0 Response to "સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનાં 300 કરોડનાં વીજ બિલ બાકી!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel