ગોંડલ, મોવિયા, ગોમટામાં 125 હેલ્થવર્કર્સને આજે ડમી વેક્સિનેશન

ગોંડલ, મોવિયા, ગોમટામાં 125 હેલ્થવર્કર્સને આજે ડમી વેક્સિનેશન


- સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની જવાબદારી પોલીસને, ઓળખ ચકાસવાની શિક્ષકોને સોંપાઈ ઃ શય્ર્ં  દ્વારા લેવાશે ફીડબેક

રાજકોટ, તા. 28 ડિસેમ્બર 2020, સોમવાર


કોરોના પ્રતિરોધક રસી માટેની ટ્રાયલ રનના આજે પ્રથમ દિવસે ટ્રાયલની પણ પૂર્વ તૈયારીરૂપે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી, જયારે મંગળવારે ગોંડલ શહેર- તાલુકામાં કુલ ૧૨૫ હેલ્થવર્કર્સને રસીકરણની મોકડ્રિલ યોજાશે, જેમાં રસીનું ઈન્જેકશન આપવા સિવાયની તમામ કવાયત આવરી લેવાશે. 

ગોંડલ શહેરમાં ભગવતપરા ખાતેની શાળા નં. ૫, સબ ડિવિઝનલ હોસ્પિટલ અને કે.વી. રોડ સ્થિત શ્રી રામ હોસ્પિટલ તેમજ મોવિયામાં એસ.વી.પી. કન્યા વિદ્યાલય અને ગોમટાની કન્યા પ્રાથમિક શાળામાં આ ડ્રાય રન હાથ ધરવામાં આવશે. આ માટે આજે ૧૨૫ હેલ્થવર્કર્સને એસ.એમ. એસ. મોકલીને જાણ કરી દેવામાં આવી છે. પ્રાત અધિકારી રાજેશ આલે જણાવ્યું કે પ્રથમ રૂમમાં પોલીસ કર્મચારી વેક્સિન ઓફિસર-૧ તરીકે લાભાર્થીઓ વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય, માસ્ક અને સેનિટાઈઝર જેવા નિયમો પળાય તેનું ધ્યાન રાખશે તથા શિક્ષણ વિભાગના કર્મચારી વેક્સિનેશન ઓફિસર-૨ તરીકે લાભાર્થીના (આધારકાર્ડ સિવાયના) ફોટો આઈ.ડી.નું વેરીફિકેશન કરશે. બીજા રૂમમાં રસી અપાશે, જયારે ત્રીજા રૂમમાં વેક્સિનેશન ઓફિસર-૩ (પારા મેડિક્સ) રસી લઈ ચકેલી વ્યક્તિને ૩૦ મિનિટ અન્ડર ઓબ્ઝર્વેશન રાખશે. તેમની પાસે થર્મોમીટર જેવા જરૂરી ઈક્વિપમેન્ટ હશે. એ પછી, રસીકરણ અને રસી વિશે યોગ્ય પ્રચારપ્રસાર થાય, અફવા ન ફેલાય તેની જાગૃતિ ફેલાવવા ઉપરાંત ફીડબેક લેવાનું કામ એન.જી.ઓ.ને સોંપાયું છે. એન.સી.સી., નહેરૂ યુવા કેન્દ્ર જેવા સંગઠનોના કાર્યકરોને વેક્સિનેશન ઓફિસર-૪ નો દરજ્જો અપાયો છે.

બપોર બાદ સમગ્ર પ્રક્રિયાનું મૂલ્યાંકન કરીને ડમી સોફટવેર મારફત સરકારને ડેટા મોકલાશે. ગોંડલના અર્બન હેલ્થ સેન્ટર તથા મોવિયા, ગોમટાના પ્રયમરી હેલ્થ સેન્ટરમાંથી કોલ્ડચેઈન જાળવાય એ રીતે રસી લઈને વાહનો જે - તે કેન્દ્ર પર સમયસર પહોંચે છે કે કેમ એનું પણ નિરીક્ષણ કરાશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pvmFVc

0 Response to "ગોંડલ, મોવિયા, ગોમટામાં 125 હેલ્થવર્કર્સને આજે ડમી વેક્સિનેશન"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel