ગુજરાતમાં ઠંડીનો તીવ્ર ચમકારો, માઉન્ટ આબુમાં 1 ડિગ્રી તાપમાન પહોંચ્યું

ગુજરાતમાં ઠંડીનો તીવ્ર ચમકારો, માઉન્ટ આબુમાં 1 ડિગ્રી તાપમાન પહોંચ્યું


અમદાવાદ, તા. 17 ડિસેમ્બર 2020 ગુરૂવાર

માઉન્ટ આબુમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સુધી પહોંચ્યું છે. કડકડતી ઠંડીમાં પર્યટકો આનંદ લઈ રહ્યા છે. ઠંડીને લીધે જનજીવનને ખાસ અસર પહોંચી છે. 

જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ વધુ ઠંડી વધશે. રાજ્યમાં હવે ધીરે ધીરે કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યમાં ધીમે-ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે. શીતલહેરને પગલે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં હજી પણ વધુ ઠંડીનું જોર વધશે. 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપમાનમાં વધુ ફેરફાર નહિ થાય. આવનારા ત્રણ દિવસ રાજ્યમાં આવું જ વાતાવરણ રહેશે. લઘુત્તમ તાપમાનમાં હજુ 1થી 2 ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે. તો રાજયમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રી આસપાસ રહી શકે છે. પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nqZyu5

0 Response to "ગુજરાતમાં ઠંડીનો તીવ્ર ચમકારો, માઉન્ટ આબુમાં 1 ડિગ્રી તાપમાન પહોંચ્યું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel