
તાપી : દક્ષિણ ગુજરાતના ખેડૂતો બ્લેક રાઈસની ખેતી તરફ વળ્યા
તાપી, તા. 17 નવેમ્બર 2020 મંગળવાર
તાપી જિલ્લાના અંતરિયાળ છેવાડાના ગામના ખેડૂત ઘ્વારા બ્લેક રાઈસનું સફળ રોપણ કરી નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અતિ ગુણકારી એવા કાળા ચોખાની ખેતી કરી રહેલ ખેડૂતોની માગ છે કે તેમને આ માટે વિશેષ બજાર મળી રહે જેથી તેનું વેચાણ યોગ્ય રીતે કરી શકાય.
દક્ષિણ ગુજરાતના ખેડૂતો અલગ અલગ પ્રકારના ડાંગરની ખેતી કરતા આવ્યા છે, ત્યારે મૂળ તાપી જિલ્લામાં રહેતા અને મહુવાના આતરિયાળ ગામે ખેતીના વ્યવસાય સાથે વર્ષોથી જોડાયેલા ખેડૂત યુજીસ દરબાર નામના ખેડૂતે આ વખતે 1 વિઘામાં બ્લેક રાઈસનું બિયારણ છત્તીસગઢથી લાવી રોપણ કર્યું અને તેમાં મહદઅંશે સફળતા મળી છે.
જોકે આ બ્લેક રાઈસનો ઉતાર અન્ય ડાંગર કરતા ઓછો આવે છે પણ આ બ્લેક રાઈસ બજારમાં 400 રૂપિયે કિલો છૂટક વહેંચાય છે. જેને પગલે ખેડૂતને સારી એવી આવક મળી રહે છે તો બીજી તરફ ગંભીર બીમારી ઓ જેવીકે કેન્સર, ડાયાબીટીસ, બ્લડપ્રેશરના દર્દીઓ માટે અત્યંત લાભદાયક હોવાનું પણ માનવામાં આવે છે.
બ્લેક રાઈસમાં મહદ અંશે ઓક્સિજનનું પ્રમાણ, વિટામીન ડી, કેલ્શિયમ અને ફાયબરની માત્રાથી ભરપૂર હોવાને લઈ સ્વાસ્થ્ય માટે અતિ પૌષ્ટિક હોવાનું મનાય છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UyAgxt
0 Response to "તાપી : દક્ષિણ ગુજરાતના ખેડૂતો બ્લેક રાઈસની ખેતી તરફ વળ્યા"
Post a Comment