
સીએમ રૂપાણીએ પત્ની અંજલિ રૂપાણી સાથે પંચદેવ મંદિરે પૂજા અર્ચના કરી
ગાંધીનગર, તા. 16 નવેમ્બર 2020, સોમવાર
સમગ્ર ગુજરાતમાં નૂતન વર્ષની ઉજવણી થઈ રહી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દર વર્ષની જેમ આ વર્ષે ગાંધીનગરના પંચદેવ મંદિરે શિશ ઝુકાવવા પહોંચ્યા હતા.
નોંધનીય છે કે કોવિડ મહામારીના કારણે સ્નેહ મિલનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. ત્યારે સીએમ રૂપાણીએ પત્ની અંજલિ રૂપાણી સાથે પંચદેવ મંદિરે પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 8 વાગે ગાંધીનગર પંચદેવ મંદિર ખાતે દર્શન કર્યા હતા. પંચદેવ મંદિરેથી દર્શન કર્યા બાદ 9 વાગે મુખ્યમંત્રી અમદાવાદ નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કર્યા હતા.
આ સાથે જે તેમની રાજ્યની નવવર્ષની શુભેચ્છા પાઠવી હતી.
આજથી પ્રારંભ થતા નૂતનવર્ષની અંતઃકરણ પૂર્વક શુભેચ્છાઓ. નવું વર્ષ આપ સૌ માટે મંગલમય અને પ્રગતિકારક નીવડે, આપનું આરોગ્ય તંદુરસ્ત રહે એવી હાર્દિક શુભકામનાઓ... સાલમુબારક
નૂતન વર્ષાભિનંદન !
0 Response to "સીએમ રૂપાણીએ પત્ની અંજલિ રૂપાણી સાથે પંચદેવ મંદિરે પૂજા અર્ચના કરી"
Post a Comment