કોરોનાકાળ વચ્ચે પેટાચૂંટણીમાં આઠ વિધાનસભા બેઠકો પર આજે મતદાન

કોરોનાકાળ વચ્ચે પેટાચૂંટણીમાં આઠ વિધાનસભા બેઠકો પર આજે મતદાન


અમદાવાદ, તા. 2 નવેમ્બર, 2020, સોમવાર

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોેએ પક્ષપલટો  કર્યો હતો જેના કારણે ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણી યોજાઇ રહી છે. અબડાસા , મોરબી , કરજણ , ડાંગ , ધારી , લિંબડી અને ગઢડા બેઠક પર બુધવારે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે.

આ પેટાચૂંટણીમાં કુલ 18,95 ,032 મતદારો મતાિધકારનો ઉપયોગ કરશે. આવતીકાલે 81 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે . પેટાચૂંટણીમાં પક્ષપલટુઓની કસોટી થવાની છે કેમકે, મતદારો માથે બેસાડશે કે પછી ઘેર બેસાડશે એ જોવાનુ રહ્યું . જોકે, કોરોના મહામારીને કારણે પહેલીવાર મતદારે હેન્ડ ગ્લોવ્ઝ પહેરીને મતદાન કરવુ પડશે. 

આઠ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં 9,69,834 પુરૂષો અને 9,05,170 સ્ત્રીઓ મતદાનમાં ભાગ લેશે . ચૂંટણીને પગલે કુલ 3024 મતદાન મથકોની વ્યવસૃથા કરવામાં આવી છે. કોરોનાની માર્ગદર્શિકાને પગલે એક મતદાન મથક પર 1 હજાર મતદારો જ મતદાન કરશે.

900 જેટલાં મતદાન મથકો પરથી લાઇવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે. 3400 થર્મલ ગન, 41 હજાર એન-5 માસ્ક , 82 હજાર ડિસ્પોઝલ માસ્ક , 41હજાર ફેસ શિલ્ડ , 41 હજાર હેન્ડ ગ્લોવ્ઝ ચૂંટણી અિધકારી-કર્મચારીઓને અપાયાં છે. 

મતદાન મથક પર મતદાર માસ્ક વિના આવે તો તેને માસ્ક આપવાની ય સુવિધા કરવામાં આવી છે. મતદાન મથક પર કુલ ત્રઁણ લાખ માસ્કની વ્યવસૃથા કરાઇ છે. મતદારો માટે 21 લાખ હેન્ડ ગ્લોવ્ઝ મતદાન મથકો પર મૂકવામાં આવનાર છે.

આજે તમામ મતદાન મથકો સેનેટાઇઝ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મતદાન મથક પર સેનેટાઇઝર - સાબુ-પાણીની સુવિધા કરાઇ છે . મતદાન મથક પર કોવિડ હેલ્પ ડેસ્ક પણ ઉભા કરવામાં આવ્યાં છે. કોરોનાના પગલે મતદાન વખતે આરોગ્યની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે.

ઉમેદવારના બુથ મતદાન મથકથી 200 મિટર દૂર રાખવા સૂચના અપાઇ છે. બુથ પર એક ટેબલ-બે ખુરશી રાખવા જણાવાયુ છે.જોકે,આ વખતે મતદાનના સમયમાં એક કલાકનો સમય વધારવામાં આવ્યો છે. 

પેટાચૂંટણીના મતદાન વધુ પ્રમાણમાં થાય તે માટે બાજપ-કોંગ્રેસે એડીચોટીનુ જોર લગાવ્યુ છે અને બુથ મેનેજમેન્ટને વધુ અસરકારક બનાવવા પ્રયાસો કર્યા હતાં. ભાજપ-કોંગ્રેસને ઓછુ મતદાન થવાની ભીતિ સતાવી રહી છે ત્યારે બુધવારે મતદાનનું પ્રમાણ કેવુ રહે તેના પર સૌની નજર છે.

કોરોનાના દર્દીઓને  છેલ્લે સમય ફાળવાયો 

કોરોનાના દર્દી પાંચથી છ વાગ્યા દરમિયાન મતદાન કરી શકશે

આઠેય વિધાનસભા બેઠકો પર કોરોનાના દર્દીઓએ પોસ્ટલથી મતદાન પૂર્ણ કર્યું

અમદાવાદ, તા. 2 નવેમ્બર, 2020, સોમવાર

કોરોનાની મહામારીને પગલે કેન્દ્રીય ચૂંટણી પંચના માર્ગદર્શન મુજબ પેટાચૂંટણીમાં કોરોનાના દર્દી મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરાઇ છે. કોરોનાના દર્દીઓ આવતીકાલે સાંજના પાંચ થી છ વાગ્યા સુધીના સમયગાળામાં મતદાન કરી શકશે. 

કોરોનાકાળમાં ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ રહી છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચે કોરોનાનું સંક્રમણ ન વધે અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય તે માટે આયોજન કર્યુ છે. કોરોનાના દર્દીઓ ઘેર બેઠા પોસ્ટલથી મતદાન કરી શકે માટે ય સુવિધા કરવામાં આવી હતી. આઠેય વિધાનસભા બેઠકો પર આ પોસ્ટલ મતદાન પણ પૂર્ણ થયુ છે. કોરોનાના દર્દીઓએ ફોર્મ ભરતાં ઘેર બેઠા મતદાન પત્ર આપવામાં આવ્યુ હતું.

આ ઉપરાંત કોરોનાના દર્દીઓ મતદાનના દિવસે પણ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, કોરોનાના દર્દીઓ મતદાનના દિવસે આખરી કલાકમાં એટલે સાંજના પાંચથી છ વાગ્યાના સમયગાળામાં મતદાન કરી શકશે. કોરોનાના દર્દીઓને મતદાન માટે આખરી કલાક ફાળવવામાં આવ્યો છે. કોરોનાને જોતાં મતદાન મથકો પર ચૂંટણી કર્મચારીઓને પીપીટી કીટથી માંડીને હેન્ડ ગ્લોવ્ઝ પુરા પાડવામાં આવ્યાં છે.

પેટાચૂંટણીની વ્યવસ્થા

- 18,95, 032 મતદારો મતદાનમાં ભાગ લેશે

- મતદાન માટે કુલ 3024 મતદાન મથકો બનાવાયા 

- એક મતદાન મથક પર 1 હજાર મતદારો જ મતદાન કરી શકશે

- 419 માઇક્રો ઓબ્ઝર્વર નિયુક્તિ કરાયા

- 900 મતદાન મથકો પર લાઇવ વેબકાસ્ટીંગ કરાશે

- 324 સેકટર રૂટ પર સેક્ટર ઓફિસરો નિમાયાં

- 3400 થર્મલ ગન,41 હજાર ઙેસ માસ્ક,82 હજાર ડિસ્પોઝલ માસ્કની વ્યવસૃથા કરાઇ

- મતદારો માટે 21 લાખ હેન્ડ ગ્લોવ્ઝની સુવિધા કરાઇ

- માસ્ક વિના આવનારાં મતદારો માટે ત્રણ લાખ માસ્ક અપાયાં 

- મતદાન મથકો પર કોવિડ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યાં

- મતદાન મથક પર સેનેટાઇઝર, સાબુ-પાણીની વ્યવસૃથા કરાઇ



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/329qDcC

0 Response to "કોરોનાકાળ વચ્ચે પેટાચૂંટણીમાં આઠ વિધાનસભા બેઠકો પર આજે મતદાન"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel