
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે ગુજરાતના પ્રવાસે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત
અમદાવાદ, તા. 12 નવેમ્બર 2020 ગુરૂવાર
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી શકે છે. 25 અને 26 નવેમ્બરના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાત લઇ શકે છે. રાજ્યમાં યોજાનાર સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રપતિ ગુજરાત આવી શકે છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી શકે છે. 25 અને 26 નવેમ્બરના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાત લઇ શકે છે.
રાજ્યમાં યોજાનાર સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રપતિ ગુજરાત આવી શકે છે. આ કોન્ફરન્સમાં દેશની તમામ વિધાનસભા સ્પિકર હાજર રહેશે. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ સંબોધન કરી શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 26 નવેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્પીકર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સ લોકસભા સ્પિકરના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહી છે અને તેમાં દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષો હાજરી આપશે. જેથી આ કોન્ફરન્સમાં ભાગ લેવા અને તેનું અધ્યક્ષ પદ સંભાળવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ગુજરાતની મુલાકાતે આવશે. 25 નવેમ્બરના રોજ મોડી સાંજ સુધીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત આવશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2K3UkWF
0 Response to "રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે ગુજરાતના પ્રવાસે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત"
Post a Comment