
ખેડા જિલ્લામાં વહીવટીતંત્રએ તાલુકા મથકો પર રેલી અને પેટ્રોલિંગ વધાર્યા
- કપડવંજમાં રેલી, કઠલાલમાં પોલીસનું ફૂટપેટ્રોલિંગ, મહેમદાવાદમાં રિક્ષા ફેરવી ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવાની લોકોને સૂચનાઓ અપાઈ
ખેડા જિલ્લાના તાલુકા મથકોમાં કોરોના બેકાબુ થતા આજે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના થકી કોરોના અંગે જનજાગૃતિ ફેલાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.જિલ્લાના કપડવંજમાં રેલી યોજાઇ હતી જ્યારે કઠલાલ શહેરમાં પોલીસ તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. વળી મહેમદાવાદ નગર પાલિકા દ્વારા શહેરના વિવિધ સોસાયટીઓમાં રીક્ષા ફેરવી કોરોનાના સંક્રમણ અટકાવવા માટેના વિવિધ ઉપાયો બતાવી સ્થાનિક નાગરિકોને જાગૃત કરવાના પ્રયત્નો કરાયા હતા.
ખેડા જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી કોરોના બેકાબુ બન્યો છે.દરરોજ સરેરાશ નવા પચ્ચીશ થી બત્રીસ કેસો પોઝીટીવ મળી રહ્યા છે.આવા સમયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે જનજાગૃતિ ફેલાવવા વિવિધ પ્રયત્નો થઇ રહ્યા છે.જેમાં રેલી સ્વરૂપે,ફુટ પેટ્રોલીંગ કે નગરમાં રીક્ષા ફેરવી કોરોના અંગેની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.આમ કોરોનાનો કહેર ઘટાડવા માટે સ્થાનિક વહીવટી તંત્ર હરકતમાં આવ્યુ છે.અને વિવિધ પ્રયાસો કરી કોરોના અંગેની સમજ ગ્રામજનોને આપવામાં આવી રહી છે.
કપડવંજમાં ફેલાતા કોરોનાને કાબૂમાં લેવા તંત્ર હરકતમાં આવ્યુ છે.કપડવંજ તાલુકામાં વઘતા જતા કોરોનાના કેસો અટકાવવા માટે એક રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં પ્રાંત અધિકારી,પાલિકા ચીફઓફિસર,આરોગ્ય વિભાગ,પોલીસ અધિકારી,પાલિકા સભ્યો,વહેપારીઓ અને નગરજનો દ્વારા કોરોના કાબૂમાં લેવા સૂચનાઓ આપી હતી.જેમાં માસ્ક ફરજીયાત પહેરવુ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ, કોવિડ-૧૯ના નિયમનુ ચૂસ્ત પણે પાલન કરવાની જાહેરાત કરવામાં આવી હતી.રેલી શહેરના માર્ગ પર થી પસાર થઇ રહી હતી તે સમયે જે લોકોએ માસ્ક નહોતા પહેર્યા ત્યારે પ્રજાને તંત્ર કુતુહલ વસ જોતા રહ્યા હતા ને ફટાફટ મો સંતાડીને આઘાપાછા થઇ ગયા હતા.
કઠલાલ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસોની સંખ્યામાં વઘારો થઇ રહ્યો છે.ત્યારે આમ જનતામાં જ જાગૃતિ આવે અને લોકો ફરજીયાત માસ્ક પહેરતા થાય,સોશિયલ ડીસ્ટન્સ રાખે અને સરકારી સૂચનાઓનુ પાલન કરે તે હેતુથી કઠલાલ પોલીસ તંત્ર કઠલાલ નગરમમાં આવેલ ચોકડી થી બજાર વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં માસ્ક પહેરવા અને સરકારી સૂચનાઓનુ પાલન કરવા અપીલ કરી હતી અને આ વ્યક્તિઓને માસ્ક વગર ફરતા હોઇ તેઓની પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો.આમ સ્થાનિક પોલીસ તંત્ર કોરોના અંગેની જાનજાગૃતિ ફેલાવવા માટે ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવી હતી.
મહેમદાવાદ પાલિકા પ્રમુખ શિલાબેન વ્યાસ અને પાલિકા ચીફ ઓફિસર હિતેન્દ્રભાઇ વાલેરાના અધ્યક્ષસ્થાને કોરોના સંક્રમણ અટકાવવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.જેમાં આજરોજ પાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રીક્ષા ફેરવી કોરોના અંગે જાગૃત કર્યા હતા.જેમાં હાલમાં કોરોના મહા મારીના કારણે શહેરમાં કોરોનાના કેસો વધુ છે.જેથી કામ સિવાય ઘરની બહાર નિકળવુ નહી,વારંવાર સાબુથી હાથ ધોવા,ભીડભાડવાળી જગ્યાઓ પર જવુ નહી,માસ્ક ફરજીયાત પહેરવો,વાતચીત કરતી વખતે યોગ્ય અંતર જાળવવુ,શરદી,ખાસી અને તાવ જેવા લક્ષણો જણાય તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટરનો સંપર્ક કરવા જણાવ્યુ હતુ.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VcSgxB
0 Response to "ખેડા જિલ્લામાં વહીવટીતંત્રએ તાલુકા મથકો પર રેલી અને પેટ્રોલિંગ વધાર્યા"
Post a Comment