
વિરપુર પોસ્ટ ઓફિસના કર્મચારીઓ જ માસ્ક પહેર્યા વિના કામ કરતા દેખાયા
- પોલીસ માસ્ક ન પહેરનારા લોકોને દંડ ફટકારી રહી છે ત્યારે આ કર્મચારીઓને દંડ કોણ કરશે તેવી લોકોમાં ચર્ચા
નડિયાદ, તા. 28 નવેમ્બર 2020, શનિવાર
વીરપુર પોસ્ટ ઓફીસના કર્મચારીઓ ખાળે ડુચા અને દરવાજા ઉઘાડા કહેવત સાર્થક કરતા હોય તેમ માસ્ક વગર નજરે પડયા હતા.બીજી તરફ સ્થાનિક તંત્ર દ્વારા માસ્ક અંગે જનજાગૃતિ ફેલાવી દ્વારા માસ્ક વગર ફરતા નગરજનો પાસે દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિરપુરમાં સરકારી કર્મચારીઓ દ્વારા જ નિયમોનું ઉલ્લંધન કરાતા શું વહીવટી તંત્ર દ્વારા આ કર્મચારીઓ પાસેથી દંડ વસુલાશે એવા અનેક પ્રશ્નો આજે ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.
હાલના સમયમાં દેશ-દુનિયામાં કોરોના મહામારી ચાલી રહી છે.જેના પગલે વિશ્વભરમાં કોરોનાની દહેશત ઉભી થઇ છે,કોરોના સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા અવનવા સૂચનો અને જાહેરાતો કરવામાં આવી રહી છે.આ ઉપરાંત સરકાર દ્વારા માસ્ક પહેરવા માટે લોકોને જાહેર અપીલ કરવામાં આવી રહી છે.તો બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા માસ્ક વિના જાહેરા રસ્તા પર ફરતા લોકો પાસેથી હજારો રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવી રહ્યોે છે. પરંતુ વીરપુર પોસ્ટ ઓફિસમાં તદન વિપરીત પરિસ્થિતી જોવા મળી રહી છે.
પોસ્ટ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ જ માસ્ક ન પહેરતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે શહેરના જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે કે કર્મચારીઓ માસ્ક ન પહેરે તો સામાન્ય લોકોને માસ્કપહેરવા અંગેનો વિચાર ક્યાંથી આવશે? તે એક વિચારવા જેવી બાબત બની છે.ઉપરાંત પોસ્ટ ઓફિસમાં દિવસના મોટી સંખ્યામાં ઉંમરવાળા ખાતેદારો અને નગરજનો આવે છે. જો કર્મચારીઓએ જ માસ્ક નહીં પહેર્યો હોય તો કોરોના સંક્રમણ વધવાની શક્યતા વધી જાય છે. વળી વીરપુર નગરમાં પોલીસ તંત્ર દ્વારા માસ્ક વગરના લોકો પાસેથી હજારો રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. તો શુ આ પોસ્ટ ઓફિસના કર્મચારીઓનેે કાયદો લાગુ પડતો નથી? એવા અનેક પ્રશ્નો નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યા છે.
આ બનાવ અંગે પોલીસ તંત્ર સરકારી કચેરીઓમાં માસ્ક ન પહેરતા હોય તેવા કર્મચારીઓ પાસેથી દંડ વસુલ કરશે ?સ્થાનિક તંત્ર વીરપુર શહેરમાં માસ્ક અંગેની જનજાગૃતિ ફેલાય તે માટે અલગ અલગ વિસ્તારોમાં આવેલ દુકાના પર ે જઇને માસ્ક વગરના લોકોનુ સઘન ચેકીંગ કરવામાં આવે છે,અને તેમની પાસેથી દંડ વસુલવામાં આવે છે ,તો શુ તંત્ર હવે આવી સરકારી પોસ્ટ ઓફિસ જેવી અન્ય સરકારી કચેરીઓમાં ચેકીંગ હાથ ધરશે કે પછી સામાન્ય લોકોને ટાર્ગેટ કરી પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરશે તેવી ચર્ચાઓ હાલ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VfQVpL
0 Response to "વિરપુર પોસ્ટ ઓફિસના કર્મચારીઓ જ માસ્ક પહેર્યા વિના કામ કરતા દેખાયા"
Post a Comment