કોરોનાની ચિંતાને કોરાણે મુકી કચ્છજનોએ દિપાવલીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી

કોરોનાની ચિંતાને કોરાણે મુકી કચ્છજનોએ દિપાવલીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી

ભુજ,શનિવાર

કોરોનાના કહેરને એકબાજુએ મુકીને આજે કચ્છવાસીઓએ દિવાળી પર્વની ઉમંગભેર ઉજવણી કરી હતી. નાના બાળકોથી માંડીને આબાલવૃધૃધો સૌ કોઈ દિપાવલીની ઉજવણીમાં વ્યસ્ત બન્યા હતા. દિપાવલીના પર્વને મનાવવા સૌ કોઈ સજ્જ બનતા સર્વત્ર આનંદ અને ઉલ્લાસનો માહોલ છવાયો હતો. આ વર્ષે પડતર દિવસ એટલે કે ધોકો જાહેર કરવામાં આવ્યો હતો જોકે કચ્છમાં ધોકો રાખવામાં આવ્યો ન હતો અને સળંગ એટલે કે આજે દિવાળી અને આવતીકાલે રવિવારે બેસતુ વર્ષ મનાવાશે.

દિવાળીના પર્વનું અનેરૃ મહત્વ છે ત્યારે લોકો પોતપોતાની રીતે દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા છે. વેપારીઓ દ્વારા આજે સમૃધિૃધની કામના સાથે ચોપડા પુજન કરવામાં આવ્યુ હતુ. લક્ષ્મીજી અને ગણેશજીનું પુજન કરવામાં આવ્યુ હતુ. લોકોએ ફટાકડા ફોડીને આનંદ મેળવ્યો હતો. ઘેર ઘેર રોશની અને રંગોળીનો સંગમ જોવા મળ્યો હતો.

ફટાકડા ફોડવા માટેના કેટલાક નિયમોને જાહેર કરવામાં આવ્યા હોવાથી તેને ધ્યાને રાખીને લોકોએ જાહેર સૃથળના બદલે પોતાના ઘરે ફટાકડા ફોડીને આનંદ માણ્યો હતો. બાળકોમાં ફટાકડા ફોડવાને લઈને જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આમ તો આ વર્ષે ધોકો રાખવામાં આવ્યો છે પરંતુ જિલ્લા માથક ભુજ સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ધોકો કાઢી નાખવામાં આવ્યો છે અને આવતીકાલે એટલે કે રવિવારે બેસતુ વર્ષ મનાવાશે.

આમ, કોરોનાને ધ્યાને રાખીને સૌ પોતપોતાની રીતે નૂતન વર્ષ મનાવશે. છેલ્લા કેટલાક વર્ષોથી લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોવાથી મોબાઈલ અને વિડીયો કોલીંગાથી એકબીજાને શુભેચ્છા પાઠવશે. તો બીજીતરફ કચ્છમાં કેટલાક ગામોમાં નવુ વર્ષ સોમવારે મનાવાશે. કોરોનાને કારણે લોકો એકબીજાના ઘરે જવાનું ઓછુ પસંદ કરશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IFWAmi

0 Response to "કોરોનાની ચિંતાને કોરાણે મુકી કચ્છજનોએ દિપાવલીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel