કચ્છની બજારોમાં છેલ્લી ઘડીની ઘરાકી નિકળતા વેપારીઓની દિવાળી સુધરી

કચ્છની બજારોમાં છેલ્લી ઘડીની ઘરાકી નિકળતા વેપારીઓની દિવાળી સુધરી

ભુજ,શનિવાર

પાંચ દિવસીય પ્રકાશના મહાપર્વ દિવાળીનો પ્રારંભ થઈ ગયો છે. જિલ્લા માથક ભુજ સહિતના શહેરી વિસ્તારની મોટા ભાગની બજારોમાં ઘરાકી થતા વેપારીઓએ હાશકારો અનુભવ્યો છે. જો કે, દુકાન ઉપર આવનાર તમામ ગ્રાહક હોય એવું નાથી, કોઈક લોકો માત્ર બજારોમાં શું નવુ આવ્યું છે? એ જ માત્ર જોવા નીકળતા હોવાથી બજારોમાં ભારે ભીડ દેખાઈ રહી છે. વાહનો, સોના-ચાંદી, કપડા બજાર, ફુટવેર સહિતની મહત્વની ચીજવસ્તુઓની લોકો ખરીદી કરી રહ્યા છે.ગુરૃ પુષ્યનક્ષત્ર બાદ ધનતેરસના શુભ દિવસે સોના-ચાંદીના ભાવો આસમાને આયા છતાં તહેવાર પ્રિય કચ્છીઓએ શકન પુરી વસ્તુઓએ શકન પુરતી વસ્તુ ખરીદી હતી ઉપરાંત દિવાળી બાદ લગ્નની સીઝન હોઈ કોરોના અને લોકડાઉન છતાં ઘરેણાની પણ લોકોએ શુભ દિવસ ખરીદી કરી હતી. ભુજના ગામતળ વિસ્તારના સોની બજાર તાથા હોસ્પિટલ રોડ સિૃથત દુકાનોમાં ગીર્દી જોવા મળી હતી.

બીજી તરફ વાહનોના શો-રૃમ પર પણ ભીડ જોવા મળી હતી. લોકડાઉન બાદ આિાર્થક મંદી છતાં દશેરામાં નાના-મોટા વાહનોની ખરીદી થયા બાદ ધનતેરસના ગત વરસની સરખામણી કરતા આંશીક ઓછું પ્રમાણ છે. છતાં લોકડાઉનનો ખાસ પ્રભાવ વાહન ખરીદીદારોને નાથી નડયો.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે ધનતેરસના દિવસે પણ નોંધપાત્ર ખરીદી થઈ હતી પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે સતત છાથી આઠ માસ સુાધી લોકો ઘરની બહાર નીકળ્યા ન હતા. કોરોનાના ભયના ઓાથાર હેઠળ ઘરમાં જ રહેતા જીવનજરૃરી ચીજવસ્તુઓ સિવાયના ખરીદવાનું ટાળી રહ્યા હતા પરંતુ દિવાળીના પર્વની ઉજવણી કરવા લોકો ઉત્સાહ, હોઈ કોરોનાનો ભય વિસરાઈ જતાં બજારોમાં ભારે ભીડ જોવા મળે છે.ચાલુ વર્ષે રેડીમાં વસ્ત્રોની માંગ રહેતા દુકાનદારો દ્વારા પણ સ્ટોક કરેલો માલ વેચાઈ જાય એ માટે અવનવી સ્કીમ બહાર પાડતા ગ્રાહકો પણ તહેવારોમાં ડબલ ફાયદો મેળવતા ખરીદીનું પ્રમાણ વધ્યું છે. ભુજ સહિત સમગ્ર જિલ્લામાં ફુટવેરની પણ વધુ ખરીદી થઈ રહી છે. તહેવારોને અનુરૃપ ડિસકાઉન્ટ પધૃધતિ હોતા સામાન્ય ચપલ રપ૦થી એક હજારાથી વધુની કિંમતમાં બજારોમાં વેચાઈ રહી છે. કચ્છની કટલેરી બજારમાં પણ બહેનોની ભીડ દેખાઈ રહી છે. આમ લોકડાઉનના કારણે વેપારીઓને  ઘરાકીની આશા નહોતી પરંતુ સપરમાં દિવસોનો પ્રારંભ સાથે ઘરાકી દેખાતા તેમના ચહેરા ઉપર પણ ખુશી જોવા મળી હતી.

રાપર પંથકમાં દિવાળી નિમિતે છેલ્લી ઘડીની ધુમ ઘરાકી નિકળી

રાપર સહિતના વિસ્તારોમાં દિવાળી નિમિતે છેલ્લી ઘડીની ખરીદી માટે ઘરાકી નિકળી પડી હતી. કોરોનાની મહામારીના કારણે છેલ્લા થોડાક દિવસોથી બજારમાં ઘરાકી ન નિકળતા વેપારીઓમાં ઉદાસીનતા જોવા મળી રહી હતી જો કે, બે દિવસાથી રાપર ઉપરાંત ભીમાસર, આડેસર, ગાગોદર, પલાંસવા, બાલાસર સહિતના વિસ્તારમાં ખરીદી કરવા માટે લોકો ઉમટી પડયા હતા. રાપરમાં કપડા, કટલેરી, મીઠાઈ, ફરસાણ, ઈલેકટ્રોનીક સહિતની ચીજવસ્તુઓની ધુમ ખરીદી કરવામાં આવી હતી. રાપરમાં માલી ચોક, મેઈન બજાર, સલારી નાકા સહિતની બજારમાં ખરીદી માટે લોકોની ભીડ જામી હતી. બે દિવસાથી બજારમાં ધરાકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે પડતર દિવસ રાખવામાં આવ્યો હોવાથી રવિવારે પણ બજારમાં ખરીદી માટે ભીડ જોવા મળી શકે છે. બે દિવસાથી બજારમાં ઘરાકી નિકળતા વેપારીઓ ખુશખુશાલ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ntANxd

0 Response to "કચ્છની બજારોમાં છેલ્લી ઘડીની ઘરાકી નિકળતા વેપારીઓની દિવાળી સુધરી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel