મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટયૂટ સામે ફરિયાદ: યુનિ. જોડાણ મુદ્દે વિવાદ

મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટયૂટ સામે ફરિયાદ: યુનિ. જોડાણ મુદ્દે વિવાદ


અમદાવાદ, તા. 22 નવેમ્બર, 2020, રવિવાર

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ અમદાવાદમાં ચાલતી મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટયુટમાં યુનિ.સાથે મળીને ગાંધી મૂલ્યોનું છડેચોક ઉલ્લંઘન કરવામા આવી રહ્યુ હોવાની ફરિયાદ સામે આવી છે.

યુજીસીનો નિયમ છતાં એમએસડબલ્યુ કોર્સમાં કાયમી સ્ટાફની નિમણૂંક કરવામા આવતી ન હોવાની ફરિયાદા સાથે થયેલી આરટીઆઈની સુનાવણીમાં માહિતી આયોગે ગુજરાત યુનિ.ના અધિકારીને પણ 5 હજારનો દંડ ફટકાર્યો છે.

મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટયુટ અગાઉ પાટણ યુનિ.સાથે જોડાયેલી હતી.થોડા વર્ષ પહેલા તેનું જોડાણ પાટણ યુનિ.થી અલગ કરી ગુજરાત યુનિ.સાથે કરવામા આવ્યુ હતુ. ગુજરાત યુનિ.સાથે એફિલિએશન ધરાવતી ઈન્સ્ટિ.દ્વારા બે વર્ષનો માસ્ટર ડિગ્રી કોર્સ એમએસડબલ્યુ ચલાવાય છે.જેમાં કામયી સ્ટાફની ભરતીને લઈને  યુનિ.તેમજ સંસ્થા બંને જગ્યાએ આરટીઆઈ કરવામા આવી હતી.

બે વર્ષથી ચાલતા આ વિવાદમાં છેલ્લે રાજ્ય માહિતી આયોગ દ્વારા થયેલી સુનાવણીમાં યુનિ.,ફરિયાદી અને સંસ્થાનો પક્ષ સાંભળ્યા બાદ આયોગ દ્વારા ઓર્ડર કરવામા આવ્યો છે.જેમાં સ્પષ્ટ નોંધવામા આવ્યુ છે કે યુનિ.તરફથી અપાયેલા જવાબ મુજબ સંસ્થા નિયમોનું પાલન કરતી નથી.જેથી તેને 2020-21નું જોડાણ અપાયુ નથી. 

જ્યારે સંસ્થા તરફથી જવાબમા કહેવાયુ હતુ કે સંસ્થાને યુજીસીના નિયમો લાગુ પડતા નથી.જો કે યુનિ.ની વેબસાઈટમાં  2020-21ના પ્રવેશની જાહેરાત અપાઈ છે અને જેમાં  યુજીસી માન્ય કોર્સ હોવાનું જણાવાયુ છે. પરંતુ યુજીસીના જ નિયમોનું પાલન થતુ નથી. ભરતી સાથે હવે યુનિ.ના જોડાણને લઈને પણ મોટો વિવાદ થયો છે.

જ્યારે માહિતી આયોગે સુનાવણી બાદ એવો પણ હુકમ કર્યો છે કે  માહિતી આપવામા વિલંબ બદલ યુનિ.ના જાહેર માહિતી અધિકારી અને નાયબર રજિસ્ટ્રાર-એકેડમિક વિભાગને 5 હજાર રૂપિયાનો દંડ કરવામા આવે છે.આ દંડ તેઓએ તેમના પગારમાંથી  ભરવા આદેશ કરાયો છે.ઉપરાંત યુનિ.ને 31મી ડિસેમ્બર સુધીમાં આયોગને રિપોર્ટ મોકલવા પણ આદેશ કરવામા આવ્યો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HofgGC

0 Response to "મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટયૂટ સામે ફરિયાદ: યુનિ. જોડાણ મુદ્દે વિવાદ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel