કોરોનાની બીજી લહેર છતા લોકોને માસ્ક પહેરવુ ગમતુ નથી

કોરોનાની બીજી લહેર છતા લોકોને માસ્ક પહેરવુ ગમતુ નથી

ભુજ,રવિવાર

કચ્છમાં પણ બે દિવસમાં કોરોનાના કેસોનો રાફડો ફાટયો છે. સતત બીજા દિવસે ૩૧ કેસો નોંધાયા હતા. રાજયના અન્ય જિલ્લાઓની સાથોસાથ કચ્છમાં પણ કોરોનાના કેસો વાધી રહ્યા હોવા છતા લોકો બેદરકાર છે. શહેરી તેમજ ગ્રામિણ વિસ્તારમાં ચા-નાસ્તાની કેબીનોમાં સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા ઉડે છે. લોકો માસ્ક પહેરતા નાથી. બજારમાં પણ ભીડના દ્રશ્યો જોવા મળે છે. 

ખુદ રાજયના મુખ્યમંત્રીએ લોકોને તકેદારી રાખવા કહ્યુ છે. ફરજીયાત માસ્ક પહેરવા અને દો ગજ કી દુરી અપનાવવાની અપીલ કરી હોવા છતા લોકો નિયમો પાળતા નાથી. કારણ વિના સવાર સાંજ ઘરની બહાર નિકળે છે. ખાસ તો યુવાનો પણ શેરી અને મહોલ્લામાં ફરવા નિકળે છે. કારણ વિના ખરીદી કરવા ઉમટે છે. તો વળી, બજારમાં પણ સોશ્યિલ ડિસ્ટન્સ જોવા મળતુ નાથી. એક માત્ર ભુજ જ નહિં આખા કચ્છમાં કોવીડના નિયમોનો ઉલ્લાળીયો થઈ રહ્યા છે. 

ચા-નાસ્તાની કેબીનો, લારીઓ અને દુકાનો પર ભીડ જોવા મળે છે. સોશ્યિલ ડિસ્ટન્સ જળવાતુ નાથી. લોકો માસ્ક પહેરતા નાથી. તંત્રની અપીલ છતા પણ લોકો દ્વારા નિયમોનો પાલન કરાતુ ન હોવાથી આવનારા દિવસોમાં કચ્છમાં પણ પરિસિૃથતી બગડે તો નવાઈ નહિં.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/370aesH

0 Response to "કોરોનાની બીજી લહેર છતા લોકોને માસ્ક પહેરવુ ગમતુ નથી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel