મહેસાણા પોલીસ અધિક્ષક કચેરીના ડ્રાઈવરને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા

મહેસાણા પોલીસ અધિક્ષક કચેરીના ડ્રાઈવરને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા

ધાનેરા,તા.28 નવેમ્બર 2020, શનિવાર

મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના ડ્રાયવરને ચેક રિટર્ન કેસ ધાનેરાની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ૨ વર્ષની સાદી કેદની સજા અને પાંચ હજાર રૃપિયાનો દંડ ફટકાર્યો હતો.

બનાવની વિગત એવી છે કે ધાનેરા તાલુકાના ઝાડી ગામના પટેલ હરચંદ વાઘાભાઈ તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના ડ્રાયવર લક્ષ્મણભાઈને આપસમાં પરિચય અને મિત્રતા થતાં અવારનવા બંનેને ઘાટ સંબંધમાં આવી ગયેલ હોઈ પોલીસ લક્ષ્મણભાઈએ રૃ.૨૦ લાખની રકમ જમીન ખરીદવા માટે હરચંદભાઈ પાસેથી હાથ ઉછીના લઈ આ બાબતની માંગણી કરતાં તેટલી રકમનો ચેક લખી આપેલ હતો. પરંતુ ચેક રિટર્ન થતાં હરચંદભાઈએ ધાનેરા કોર્ટમાં કેસ દાખલ કરેલ તે કેસ ચાલી જતાં તમામ પુરાવાઓ ધ્યાને લઈ આરોપી પોલીસ ડ્રાયવર લક્ષ્મણભાઈને મેજીસ્ટ્રેટ દીલીપસિંહ રાઠોડ ૨ વર્ષની સાદી કેદની સજા તથા રૃ.૫૦૦૦ દંડ ફટકારેલ હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3leZaNr

0 Response to "મહેસાણા પોલીસ અધિક્ષક કચેરીના ડ્રાઈવરને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel