
કોરોનાથી મરી જવાના ડરથી મહિલાએ એસિડ પીને આપઘાત કર્યો
અમદાવાદ, તા. 19 નવેમ્બર, 2020, ગુરૂવાર
કૃષ્ણનગરના ઠક્કરનગરમાં રહેતી 29 વર્ષની મહિલાએ તાવ અને શરદીને કારણે કોરોના થયો હોવાનું માનીને ડરના માર્યા એસિડ પી લઈને આપઘાત કર્યો હતો. આ અંગે કૃષ્ણનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કૃષ્નગર ઠક્કરનગરમાં મહાવીરનગર-3માં રહેતા નયનાબહેન એસ.પટેલ(29)ને ઠેલ્લા ત્રણ ચાર દિવસથી શરદી ખાંસી અને તાવ આવતો હતો.
ઉપરાંત પેટમાં બળતરા થતી હોવાથી નયનાબહેને પોતાને કોરોના થયો છે અને તેનાથી મરી જશે એવા ડરને કારણે 17 નવેમ્બરના રોજ બાથરૂમમાં જઈને એસિડ પી લીધો હતો. ઉપરાંત શરીર ઉપર પણ એસિડ છાંટયો હતો. સારવાર અર્થે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 18 નવેમ્બરના રોજ તેમનું મોત નીપજ્યુ હતું. આ અંગે કૃષ્ણનગર પોલીસ વધુ તપાસ કરી રહી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35KeywH
0 Response to "કોરોનાથી મરી જવાના ડરથી મહિલાએ એસિડ પીને આપઘાત કર્યો"
Post a Comment