તાવ હોય તેમના જ કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય અતાર્કિક

તાવ હોય તેમના જ કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય અતાર્કિક


અમદાવાદ, તા. 14 નવેમ્બર, 2020, શનિવાર

અમદાવાદમાં કોરોનાના ટેસ્ટ કોના કરવા તે અંગેના ધારાધોરણમાં ફરી ફેરફાર કરવામાં આવ્યો છે. હવે એવા જ વ્યક્તિના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે જેમને 100 ડિગ્રીથી વધુ તાવ હોય. પરંતુ તાવ છે કે નહીં તેના આધારે જ કોરોના ટેસ્ટ કરવાના નિર્ણયને અતાર્કિક ગણવામાં આવી રહ્યો છે. 

બે મહિના અગાઉ 'ટેસ્ટ જ બેસ્ટ' ના આધારે ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી હતી. જેના ભાગરૂપે અમદાવાદમાં અમુક-અમુક અંતરે કોરોના ટેસ્ટ માટેના ડોમ પણ ઉભા કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત વ્યક્તિમાં કોરોનાના સાધારણ લક્ષણ પણ હોય તો તેને ટેસ્ટ કરાવવા જોઇએ તેવો પ્રચાર કરવામાં આવ્યો હતો. પરંતુ હવે છેલ્લા એક સપ્તાહથી કેસની સંખ્યા વધી રહી છે તેમ અમદાવાદમાં ડોમની સંખ્યા પણ સતત ઘટાડવામાં આવી રહી છે અને કોના ટેસ્ટ કરવા તેના માપદંડ પણ બદલાયા છે.

હવે કોઇ વ્યક્તિ સાધારણ લક્ષણ સાથે ટેસ્ટ કરાવવા જાય તો પહેલા તેનું તાપમાન ચકાસવામાં આવે છે. તાપમાન 100થી વધુ હોય તો જ ટેસ્ટ કરવામાં આવે છે. કેટલાક ડોમમાં એકાદ દિવસથી તાવ આવ્યો હોય તો તેને ત્રણ દિવસ ડોલો લેવાની સલાહ આપવામાં આવે છે અને પછી પણ સુધારો થાય નહીં તો જ ટેસ્ટ કરવા આવવા માટે કહીને ઘરે પરત મોકલાય છે.

અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડો. કિરીટ ગઢવીએ જણાવ્યું કે, 'તાવ હોવો તે કોરોનાના દર્દીનું પ્રાથમિક લક્ષણ ગણવું જોઇએ નહીં. અગાઉ અનેક રેપિડ ટેસ્ટમાં કોઇ લક્ષણ વિના પણ વ્યક્તિ કોરોના સંક્રમિત થયાના અનેક કિસ્સા સામે આવ્યા છે.

તાવ હોય તેવા દર્દીના જ કોરોના ટેસ્ટ કરવા તે પાછળનો તર્ક ગળે ઉતરે એમ નથી. અગાઉ સરકારે જ વધુ સંખ્યામાં લોકોને ટેસ્ટ કરવા માટે આગળ આવવા અપીલ કરી હતી. '  કેસ ઓછા આવે માટે તાવના લક્ષણનું કારણ આગળ ધરી ટેસ્ટની સંખ્યા ઘટાડાઇ હોવાનું પણ ચર્ચાય છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32JMasR

0 Response to "તાવ હોય તેમના જ કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય અતાર્કિક"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel