ફેફસાંનું ઈન્ફેક્શન થતાં પોલીસ કમિશનર હોસ્પિટલમાં દાખલ

ફેફસાંનું ઈન્ફેક્શન થતાં પોલીસ કમિશનર હોસ્પિટલમાં દાખલ


અમદાવાદ, તા. 2 નવેમ્બર, 2020, સોમવાર

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પોલીસ કમિશનરને તાવ આવ્યાં પછી ફેફસાંનું ઈન્ફેક્શન હોવાનું જણાતાં કે.ડી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે અને તબિયત સુધારા પર છે.

શહેર પોલીસના ઊચ્ચ સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્વતને કોરોના થયો નથી અને ફેફસાંના ઈન્ફેક્શનની સારવાર પછી તબિયત સુધારા પર છે.

અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રવિવારે તાવ આવ્યાં પછી તબીબી ચકાસણી કરાવી હતી. તબીબી તપાસમાં પોલીસ કમિશનરને ફેફસામાં ઈન્ફેક્શન હોવાનું જણાઈ આવ્યું હતું. તબીબી સૂત્રોએ જણાવ્યું કે, આઈ.પી.એસ. સંજય શ્રીવાસ્તવને સામાન્ય લંગ્સ ઈન્ફેક્શન છે અને તેમની તબિયત સુધારા પર છે.

પોલીસ કમિશનરને તાવ હતો અને ફેફસામાં ઈન્ફેક્શન જ જણાયું છે. તેમને કોરોના થયો હોય તેવા કોઈ ચિહ્નો તબીબી તપાસણીમાં જણાયાં નથી. તેમને વહેલામાં વહેલી તકે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

પોલીસ કમિશનરને લંગ્સ ઈન્ફેક્શન અને તાવ હોવાથી કોરોના હોવાની ચર્ચા પોલીસ તંત્રમાં શરૂ થઈ હતી. જો કે, સત્તાવાર સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે, પોલીસ કમિશનર શ્રીવાસ્તવને કોરોના નથી પણ ફેફસાનું ઈન્ફેક્શન છે અને કે.ડી. હોસ્પિટલમાં સારવાર એડમીટ થઈ સારવાર લઈ રહ્યાં છે. પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ ક્રાઈમ બ્રાન્ચના વડા અમિત વિશ્વકર્માને સોંપવામાં આવ્યો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35VTAdj

0 Response to "ફેફસાંનું ઈન્ફેક્શન થતાં પોલીસ કમિશનર હોસ્પિટલમાં દાખલ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel