ખેડૂત ખરાઇ પ્રમાણપત્રના નામે સરકાર ખેડૂતો પાસેથી રૂા.110 કરોડ ખંખેરશે

ખેડૂત ખરાઇ પ્રમાણપત્રના નામે સરકાર ખેડૂતો પાસેથી રૂા.110 કરોડ ખંખેરશે


અમદાવાદ, તા. 2 નવેમ્બર, 2020, સોમવાર

એક તરફ, ખેડૂતોના હામી હોવાનો ભાજપ સરકાર દાવો કરી રહી છે, તો બીજી તરફ, સરકાર જ ખેડૂતોના ખિસ્સા ખાલી કરી રહી છે . ખેડૂત ખરાઇ પ્રમાણપત્રના નામે ભાજપ સરકાર આખાય ગુજરાતના ખેડૂતોના પાસેથી રૂા.110 કરોડ જેટલી માતબર ખંખેરી લેશે.

આ મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યો છેકે, ઉદ્યોગપતિઓને લાખો-કરોડોની રાહત આપવામાં આવી રહી છે ત્યારે જગતના તાતને લૂંટવામાં આવી રહ્યો છે.સરકારની ખેડૂતવિરોધી નીતિ ખુલ્લી પડી છે. 

રાજ્યના મહેસૂલી દફતરને કમ્પ્યુટરાઇઝ્ડ કરવા મહેસૂલ વિભાગે કવાયત હાથ ધરી છે. હસ્તલિખીત દફતરને ઓનલાઇન કરાયુ છે. જમીનના વિવિધ પ્રકારના વ્યવહારોમાં અને વિવિધ પરવાનગી માટે ખેડૂત ખરાઇ પ્રમાણપત્રની જરૂર પડે છે ત્યારે મહેસૂલ વિભાગે ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઇન કાર્યપધૃધતિ કરવા નક્કી કર્યુ છે.

જોકે, આ ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરનાર ખેડૂતે રૂા.2 હજાર ભરવા પડશે . ેજે નોન રિફંડેબલ હશે. આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા ડો.મનિષ દોશીએ સરકાર પર પ્રહારો કરતાં કહ્યું કે, સરકારની ખોટી નીતિઓને કારણે ખેડૂત આજે મજબૂર બન્યો છે અને સરકારના મળતિયા મજબૂત બન્યાં છે.

ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર રાજ્યના 55 લાખ ખેડૂતોને અસરકર્તા બની રહેશે ત્યારે સરકારે પ્રત્યેક ખેડૂત પાસેથી 2 હજાર ફી લેવા નક્કી કર્યુ છે તેનો આૃર્થ એ થયો કે, સરકાર ખેડૂતો પાસેથી રૂા.110 કરોડ ખખેરી લેશે.

આ કેટલાં અંશે વ્યાજબી છે. ઉદ્યોગપતિઓ-ઉદ્યોગગૃહોને મફત રજીસ્ટ્રેશન,કરવેરામાં છુટછાટ, જમીનોમાં સબસિડી , વિજબીલમાં રાહતો આપવામાં આવે છે ત્યારે ભાજપ સરકાર માત્રને માત્ર ખેડૂતોને કેમ લૂંટી રહી તે સમજાતુ નથી.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ એક લોલીપોપ યોજના બની રહી છે તેવો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું કે, કમોસમી વરસાદને લીધે ખેડૂતોની ખેતી તબાહ થઇ છે ત્યારે હજુ સુધી  18 તાલુકાના ખેડૂતોને સરકારની સહાયની એક કોડી ય મળી નથી જે સરકારની ખેડૂતવિરોધી નીતિને છતી કરે છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kRSrcN

0 Response to "ખેડૂત ખરાઇ પ્રમાણપત્રના નામે સરકાર ખેડૂતો પાસેથી રૂા.110 કરોડ ખંખેરશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel