પરપ્રાંતિય શ્રમિકો માદરે વતન હોવાથી મુંદ્રાની બજારમાં દિવાળીની મંદ ઘરાકી

પરપ્રાંતિય શ્રમિકો માદરે વતન હોવાથી મુંદ્રાની બજારમાં દિવાળીની મંદ ઘરાકી

મુંદ્રા,તા.૭

દિવાળીના તહેવારોને હવે ગણ્યાગાંઠયા દિવસો બાકી રહી જવા પામ્યા છે ત્યારે કચ્છની બજારોમાં ઘરાકીને લઈને ગ્રાહકોની ચહલ પહલ શરૃ થઈ છે. અને આગામી દિવસોમાં ઘરાકી માટે બજારોમાં ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળશે તો બીજીતરફ, મુંદ્રાની બજારમાં ગ્રાહકોની રાહ જોવાઈ રહી છે. કેમ કે, લોકડાઉનમાં પોતાના વતન તરફ ગયેલા મજુરો હજુ પરત ફર્યા નાથી જેની પણ સીધી અસર બજારમાં જોવા મળે છે. દિવાળીના તહેવારોને હવે આડે માત્ર સાત દિવસ બાકી રહ્યા છે. ત્યારે, મુંદ્રા-બારોઈમાં જોઈએ તેવી ઘરાકી ન નીકળતા વેપારીઓમાં નિરાશા જોવા મળે છે. કોરોનાની મહામારીને લીધે ઉભી થયેલી પરિસિૃથતી અને છેલ્લા વર્ષોથી મંદીના કારણે ડબલ માર વેપારીઓને પડી રહ્યો છે. દિવાળી નજીક હોવાથી વેપારીઓ સજ્જ બન્યા છે. પણ ગ્રાહકોમાં આિાર્થક સુસ્તી દેખાઈ રહી છે. જો કે, રવિવારાથી બજારમાં ગ્રાહકોની ભીડ જામે તેવી શકયતા વેપારીઓએ વ્યકત કરી છે. મુંદ્રા શહેરમાં વસવાટ કરતા મોટા ભાગના પરપ્રાંતીયો છે. હાલમાં તેઓ માદરે વતન હોવાથી પરત આવ્યા બાદ બજારમાં રોનક જામશે ત્યાં સુાધી બજારમાં સુસ્તી જોવા મળશે. ગત વર્ષની સરખામણીએ બજારમાં ૫૦ ટકા પણ ઘરાકી નાથી તેમ વેપારીઓ જણાવે છે. એકતરફ બજારમાં ગ્રાહકી જામતી નાથી તો બીજીતરફ અહિંના રહેવાસીઓ અને વેપારીઓ કોરોનાની મહામારીને હરાવવા સજ્જ બન્યા છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/358Rmbb

0 Response to "પરપ્રાંતિય શ્રમિકો માદરે વતન હોવાથી મુંદ્રાની બજારમાં દિવાળીની મંદ ઘરાકી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel