
સુરત: ક્રેડિટ કાર્ડ વેરીફીકેશનના બહાને ઓટીપી મેળવી ભેજાબાજે રૂા. 54,590 ઉપાડી લીધા
- બમરોલી રોડના યુપીવાસીને કોલ કર્યો, કોટક મહિન્દ્રા બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગના કર્મચારી તરીકે ઓળખ આપી ઓનલાઇન રકમ ટ્રાન્સફર કરી લીધી
સુરત, તા. 01 ડિસેમ્બર 2020 મંગળવાર
બમરોલી વિસ્તારમાં રહેતા યુપીવાસી યુવાનને કોટક મહિન્દ્રા બેંકના ક્રેડિટ કાર્ડનું વેરીફીકેશનના બહાને વિશ્વાસમાં લઇ ઓટીપી નંબર મેળવી રૂા. 54,590 ઉપાડી લઇ વિશ્વાસઘાત કરનાર ભેજાબાજ વિરૂધ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.
પાંડેસરા-બમરોલી રોડ સ્થિત આશિષ નગરમાં રહેતા લોકપતિ મનતારામ ચૌધરી (ઉ.વ. 36) પર તા. 15 ઓક્ટોબર ના રોજ મોબાઇલ નં. 9144461532 પરથી કોલ આવ્યો હતો.
કોલ કરનારે પોતાની ઓળખ કોટક મહિન્દ્રા બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગના કર્મચારી તરીકે આપી ક્રેડિટ કાર્ડનું વેરીફીકેશન કરવાનું કહી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યાર બાદ કોલ કરનારે લોકપતિના મોબાઇલ પર અલગ-અલગ ઓટીપી મોકલાવ્યા હતા અને આ ઓટીપી મેળવી લઇ ભેજાબાજે જુદી-જુદી રકમના ઓનલાઇન ટ્રાન્જેક્શન થકી કુલ રૂા. 54,590ની મત્તા ઉપાડી લીધી હતી.
આ અંગે લોકપતિએ કોટક મહિન્દ્રા બેંકમાં લેખિતમાં ફરિયાદ આપવાની સાથે સાયબર આશ્વતમાં પણ ફરિયાદ નોંધાવી હતી. દરમ્યાનમાં ગત રાત્રે ભેજાબાજ વિરૂધ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mDsDCt
0 Response to "સુરત: ક્રેડિટ કાર્ડ વેરીફીકેશનના બહાને ઓટીપી મેળવી ભેજાબાજે રૂા. 54,590 ઉપાડી લીધા"
Post a Comment