
એક મહિનામાં મ્યુનિ. તંત્રના 45થી વધુ કર્મચારી પોઝિટિવ
અમદાવાદ, તા. 14 નવેમ્બર, 2020, શનિવાર
અમદાવાદ મ્યુનિસિપલ તંત્રના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા 45 થી વધુ કર્મચારીઓ છેલ્લા એક મહિનાની અંદર કોરોના પોઝિટિવ થયા છે.ઉપરાંત મ્યુનિ.ના સેન્ટ્રલ રેકર્ડ વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીનું મોત થવા પામતા મ્યુનિ.ની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરીમાં ફરજ બજાવતા અન્ય વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓમાં સંક્રમણને લઈ ફફડાટ વ્યાપી ગયો છે.
આધારભૂત સુત્રોમાંથી મળતી માહીતી મુજબ,દાણાપીઠ ખાતે આવેલી મ્યુનિ.ની મુખ્ય કચેરીના સી બ્લોકમાં પાંચમા અને છઠ્ઠા માળે આવેલી સોલીડ વેસ્ટ, પ્લાનિંગ અને ઓડીટ વિભાગની કચેરીઓમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ પ્લાનિંગ અને ઓડીટ વિભાગની કચેરીઓને મુખ્ય કચેરી બહાર નવરંગપુરા અને ઉસ્માનપુરા ખાતે ખસેડવી પડી છે. મ્યુનિ.ની મુખ્ય કચેરીના પ્રાંગણમાં આવેલી હેરીટેજ ઉપરાંત ટેકસ વિભાગની કચેરીમાં પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
નવરંગપુરા અને વાસણા વોર્ડમાં ઈજનેર વિભાગના કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે.મ્યુનિ.ની મુખ્ય કચેરીમાં કોરોના પોઝિટિવ કેસ વધતા મ્યુનિ.કમિશનરે બને ત્યાં સુધી ઈમેઈલથી કામગીરી કરવા પરિપત્ર બહાર પાડયો હતો.
ગત બુધવારે મ્યુનિ.કંપાઉન્ડમાં 55 ટેસ્ટ કરાયા હતા જે પૈકી છ પોઝિટિવ કેસ મળ્યા હતા.એક મહિનામાં ગાર્ડન વિભાગ,આઈ.આર.વિભાગ સહીતના અન્ય વિભાગોમાં 40 થી વધુ કર્મચારી સંક્રમિત થતા કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38FC1RL
0 Response to "એક મહિનામાં મ્યુનિ. તંત્રના 45થી વધુ કર્મચારી પોઝિટિવ"
Post a Comment