ખેડા જિલ્લામાં કોરોનાની વણથંભી રફતાર નવા 26 પોઝિટિવ કેસ સાથે કુલ આંક 2111

ખેડા જિલ્લામાં કોરોનાની વણથંભી રફતાર નવા 26 પોઝિટિવ કેસ સાથે કુલ આંક 2111


- નડિયાદ શહેર-તાલુકામાં ૬, ઠાસરા તાલુકામાં પાંચ, મહેમદાવાદ, કપડવંજ, ગળતેશ્વર તાલુકા અને ખેડા તાલુકામાં ત્રણ-ત્રણ કોરોના દર્દી નોંધાયા

નડિયાદ, તા. 29 નવેમ્બર 2020, રવિવાર

ખેડા જીલ્લામાં આજે છવીશ નવા કોરોના પોઝીટીવ કેસો નોધાયા છે.જેમાં જેમાં નડિયાદ શહેરમાં પાંચ અને તાલુકામાં એક નવો કોરોનાનો કેસ નોંધાયો છે.જ્યારે ઠાસરામાં પાંચ નવા કેસોનો ઉમેરો થયો છે.મહેમદાવાદ,કપડવંજ,ગળતેશ્વર,અને ખેડામાં ત્રણ-ત્રણ કોરોનાના કેસો નોધાયા છે.કઠલાલમાં બે અને વસોમાં એક નવો કોરોનો કેસનો ઉમેરો થયો છે.આ સાથે જીલ્લામાં કુલ કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો ૨૧૧૧ પહોચ્યો છે.

ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે.જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી સરેરાશ પચ્ચીશ થી બત્રીસ સુધીના નવા કોરોના પોઝીટીવ કેસોનો ઉમેરો થાય છે.આજે જિલ્લામાં નવા છવીશ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે.આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી રથના માધ્યમથી સ્થાનિક નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.આ ઉપરાંત વૈશ્વિક મહામારી કોરોનાથી બચવા માટે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કમરકસી છે.

શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના અંગેની જાગૃતિ લાવવા માટે વિવિધ રીતે પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે.તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોના ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યા હોવાનુ આરોગ્ય કર્મચારીઓ જણાવી રહ્યા છે.તેમજ હાલ શિયાળાની ઋતુમાં શરદી,તાવ અને ઉઘરસના વાયરલ કેસોમાં વઘારો નોધાયા છે.આવા સંજોગોમાં કોરોના વાયરસનુ સંક્રમણ વધી રહ્યુ હોવાનુ સ્થાનિક જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.

ખેડા જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ના સઘન અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યાં છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે કોરોના ટેસ્ટ માટેના કુલ-૨૮૨ સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લા આરોગ્ય તંત્રએ કુલ- ૩૧,૪૯૧ સેમ્પલ લીધા હતા. જેમાંથી ૨૮,૪૨૦  નેગેટીવ  અને ૧૪૦૯ વ્યક્તિઓના રીઝલ્ટ પેન્ડીંગ હોવાનું ખેડા જિલ્લા આરોગ્ય શાખાની અખબારી યાદીમાં જણાવાયું છે.

જિલ્લામાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં ૨૪૩ ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. જેમાં  ૧૦,૬૩૩  ઘરો અને ૪૪,૫૫૮ વસ્તીનો સર્વે કરવામાં આવ્યો હતો.

જિલ્લામાં અન્ય સ્થળે નોંધાયેલા કેસ

પુરુષ ઉં.વ.૭૨ સીટી પોઇન્ટ, ડાકોર,તા.ઠાસરા, પુરુષ ઉં.વ.૩૮ પટેલનગર સોસાયટી, ડાકોર, તા.ઠાસરા, મહિલા ઉં.વ. ૩૬ પટેલનગર સોસાયટી, ડાકોર, તા. ઠાસરા, પુરુષ ઉં.વ.૨૩ ચેતરસુંબા,  તા.ઠાસરા, પુરુષ ઉં.વ. ૪૬ રાણીયા,તા.ઠાસરા, પુરુષ ઉં.વ.૭૫ બાવરાલાટ, તા. મહેમદાવાદ, પુરુષ ઉં.વ.૪૭ બાવરાલાટ, તા.મહેમદાવાદ, મહિલા ઉં.વ.૬૨ પટેલ ખડકી, વડદલા, તા.મહેમદાવાદ, પુરુષ ઉં.વ. ૬૫ પટેલ વાડો,મોટીઝેર, તા.કપડવંજ, પુરુષ ઉં.વ.૭૫ બારોટવાસ,મોટીઝેર,તા.કપડવંજ, મહિલા ઉં.વ.૩૦ કપડવંજ, મહિલા ઉં.વ.૭૮ અંબાવાડુ ફળીયુ, વનોડા, તા.ગળતેશ્વર, મહિલા ઉં.વ.૫૫ અંઘાડી, તા. ગળતેશ્વર, પુરુષ ઉં.વ.૬૦ અંઘાડી,તા.ગળતેશ્વર, મહિલા ઉં.વ. ૩૦ ખુુમારવાડ,તા.ખેડા, પુરુષ ઉં.વ.૧૭ ખુમારવાડ, તા.ખેડા, પુરુષ ઉં.વ.૨૦ ખુમારવાડ, તા.ખેડા, પુરુષ ઉં.વ.૨૯ લાડવેલ,તા.કઠલાલ, મહિલા ઉં.વ.૪૫ સૈયદવાડો, કઠલાલ, પુરુષ ઉં.વ.૪૦ દરબાર પોળ,વસો

નડિયાદ શહેરમાં તથા તાલુકામાં નોંધાયેલા કેસ

મહિલા ઉં.વ.૬૫ સુભાષ નગર, મહિલા ઉં.વ.૪૦ સેંટ જોસેફનગર, મહિલા ઉં.વ.૬૧ રેલ્વે સ્ટેશન પાસે,મહિલા ઉં. વ.૨૪ નાલંદાનગર,પુરુષ ઉં. વ.૨૦ ભાતૃભાવ સોસાયટી, પુરુષ ઉં.વ.૬૮ વટામા,અરેરા



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36gLY6t

0 Response to "ખેડા જિલ્લામાં કોરોનાની વણથંભી રફતાર નવા 26 પોઝિટિવ કેસ સાથે કુલ આંક 2111"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel