
અમદાવાદ: બોપલમાં 22 લોકો કોરોના પોઝિટિવ બન્યા, નવા વર્ષે સંક્રમણમાં વધારો
અમદાવાદ, તા. 17 નવેમ્બર 2020 મંગળવાર
અમદાવાદ શહેરમાં નવા વર્ષે કોરોના વાયરસના કેસ વધ્યા હોવાનો રિપોર્ટ આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા નવા સીમાંકનમાં બોપલ વિસ્તારને આવરી લેતાં હવે બોપલ વિસ્તારની તમામ તકેદારી અને સુવિધાનું ધ્યાન મહાનગરપાલિકા કરે છે. એવામાં અન્ય વોર્ડની જેમ બોપલ વિસ્તારમા ઉભા કરવામાં આવેલાં કોરોના કિઓસ્કમાં બેસતા વર્ષના દિવસે ટેસ્ટ કરાવવા માટે 200થી 300 લોકો ઉમટ્યા હતા.
તમામ લોકોને કોરોનાના લક્ષણો હોવાનો અનુભવ થતાં તમામ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બપોરનાં 12 વાગ્યા સુધી આશરે 45 જેટલાં ટેસ્ટમાં કુલ 22 પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું, ત્યારબાદ કરવામાં આવેલાં ટેસ્ટમાં પણ સૌથી વધુ સંક્રમિતોની સંખ્યા મળી હતી.
અમદાવાદ શહેરમાં બોપલ વિસ્તારમાં કોરોનાનો કહેર ફરી એક જોવા મળ્યો છે. જેને લઈને બોપલ વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકા કેવાં નિર્ણયો લેશે તેની પર સૌ કોઈની નજર છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fcWCOv
0 Response to "અમદાવાદ: બોપલમાં 22 લોકો કોરોના પોઝિટિવ બન્યા, નવા વર્ષે સંક્રમણમાં વધારો"
Post a Comment