લાખો રૂપિયાના કૌભાંડમાં RTO હેડ ક્લાર્કના આગોતરા જામીન ફગાવાયા

લાખો રૂપિયાના કૌભાંડમાં RTO હેડ ક્લાર્કના આગોતરા જામીન ફગાવાયા


અમદાવાદ, તા. 11 ઓક્ટોબર, 2020, રવિવાર

અમદાવાદ આર.ટી.ઓ.ની નોન-ટ્રાન્સપોર્ટ શાખાના હેડ ક્લાર્ક અશોક ચાવડાની આગોતરા જામીન અરજી સિટી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આસિસ્ટન્ટ આર.ટી.ઓ.ની મંજૂરી વગર 1352 વાહનોની ફાઇલ મંજૂર કરી તેમજ અન્ય કામગીરીઓ ગેરકાયદે કરી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવવાનો આરોપ આ અધિકારી પર છે.

કેસની ઉંડાણપૂર્વકની તપાસ જરૂરી હોવાથી આરોપીને હાલના તબક્કે જામીન આપી શકાય નહીં તેવું નોંધી આગોતરા જામીન અરજી ફગાવવામાં ાવી છે. લોન રદ કરવી, વાહનમાં નામ ટ્રાન્સફર સહિતની વિવિધ કામગારી માટે આર.ટી.ઓમાં આવેલી 1352 ફાઇલને ગેરકાયદે મંજૂર કરાઇ હોવાની બાબત સામે આવી હતી.

હેડ ક્લાર્ક અશોક ગાભાભાઇ ચાવડા, ગોસ્વમી  ઉર્ફે ભાણાની આ કૌભાંડમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. જેથી આ કેસમાં ધરપકડથી બચવા આરોપી કર્મચારીએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.જામીન અરજીમાં તેની રજૂઆત હતી કે છેલ્લાં 22 વર્ષથી નોકરી કરે છે અને તેનો રેકોર્ડ સારો છે.

આ કેસમાં તેનું ક્યાંય જોડાણ નથી. આ ઉપરાંત તે તપાસમાં સહકાર આપવા તૈયાર છે તેથી તેને આગોતરા જામીન મળવા જોઇએ. જેની સામે મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે આરોપી કર્મચારીએ 1352 વાહનોને આસિસ્ટન્ટ આર.ટીઓ.ની એપ્રૂવલ વિના મંજૂર કર્યા હતા અને તેના બદલામાં લાખો રૂપિયાની લાંચ લીધી હતી. આ કૌભાંડ આર.ટી.ઓમાં ઘણાં સમયથી ચાલી રહ્યું હતું. આરોપીને આગોતરા જામીન આપવામાં આવે તો પુરાવાઓ અને સાક્ષીઓ પર વિપરિત અસર થાય તેમ છે.

લોકડાઉન હળવું થયા બાદની છૂટછાટનો લાભ લઇ કૌભાંડ કર્યુ

લોકડાઉન હળવું થયા બાદ આર.ટી.ઓ.માં પડતર તેમજ નવાં કામ માટે સંખ્યાબંધ લોકોનો ધસારો થતો હતો. જેમાં વાહન ટ્રાન્સફર, લોન રદ કરવાવી, લોનની અન્ય કામગારી, ટેક્સની કામગીરી વગેરે કામગીરી માટે વધુ પડતા લોકો આવતા હતા. જેથી હેડ ક્લાર્ક અશોક ચાવડાને આસિસ્ટન્ટ આર.ટી.ઓ.ની મંજૂરી વિના આ ફાઇલો મંજૂર કરવાના સત્તા અપાઇ હતી. જેનો ગેરલાભ લઇ તેણે આ કૌભાંડ આચર્યુ હોવાનું તપાસમાં ખૂલ્યું છે. આ ઉપરાંત અગાઉના અગાઉના એક ટેક્સ ચોરી કૌભાંડમાં આર.ટી.ઓમાંથી ગાયબ થયેલા દસ્તાવેજો આ આરોપી ક્લાર્કના ઘરેથી મળ્યા હતા



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GQQkat

0 Response to "લાખો રૂપિયાના કૌભાંડમાં RTO હેડ ક્લાર્કના આગોતરા જામીન ફગાવાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel