પાંજરાપોળોને ઘાસચારાના ઉત્પાદન માટે સરકાર આર્થિક સહાય આપશે

પાંજરાપોળોને ઘાસચારાના ઉત્પાદન માટે સરકાર આર્થિક સહાય આપશે


અમદાવાદ, તા. 11 ઓક્ટોબર, 2020, રવિવાર

ગુજરાતની રજીસ્ટર્ડ પાંજરાપોળો પોતાની માલિકીની જમીનને ખેતીલાયક બનાવી પાણી-ખાતર-બિયારણની ઉપલબ્ધતા દ્વારા પોતાની રીતે ઘાસચારો ઉગાડીને તેમના પાંજરપાળોમાં નભતા પશુધનને પૂરો પાડી શકશે. આ ઉપરાંત 1થી 10 હેક્ટર જમીન ધરાવતી રજીસ્ટર્ડ પાંજરાપોળને ટયુબવેલ માટે રૂપિયા 10 લાખ સુધીની સહાય પણ આપવામાં આવશે તેવી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી છે. 

જોકે, રેવન્યુ રેકોર્ડ પ્રમાણે પોતાની માલિકીની જમીન ધરાવતા પાંજરાપોળો જ આ યોજનાનો લાભ લઇ શકશે.  વરસાદની અનિયમિતતા-દુકાળ-અનાવૃષ્ટિના સમયમાં પશુઓને ઘાસચારાની અછત ન સર્જાય અને પાંજરાપોળના પશુઓ ઘાસચારાથી વંચિત ન રહે તે માટે રજીસ્ટર્ડ પાંજરાપોળોને પોતાની જમીનમાં ઘાસચારાના ઉત્પાદનમાં સ્વાવલંબી ૂબનાવવાના ભાગરૂપે આ સહાય આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રજીસ્ટર્ડ પાંજરાપોળોને પોતાની જમીનમાં પશુધન માટે ઘાસ ઉગાડવા તેને ખેતીલાયક બનાવવા બોરમાંથી પાણી શકે તેમજ પાંજરાપોળના પશુઓના શેડ સુધી પાણી પુરવઠો પહોંચાડી શકે તે હેતુસર પાઇપલાઇન ફોર વોટરિંગ અંતર્ગત પ્રથમ હેક્ટરે રૂપિયા 30 હજાર તથા પછીના પ્રતિ હેક્ટરે વધારાના રૂપિયા 20 હજાર પરંતુ મહત્તમ રૂપિયા 2.10 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવશે તેવો પણ નિર્ણય લીધો છે.

આ ઉપરાંત કરકસરયુક્ત અભિગમના ભાગરૂપે જે પાંજરાપોળો સ્પ્રીન્ક્લર ઈરિગેશન સિસ્ટમ ઘાસ ઉત્પાદનમાં અપનાવે તેને પ્રતિ હેક્ટરે રૂપિયા 50 હજારની સહાય વધુમાં વધુ રૂપિયા 5 લાખમાં  આપવા તેમજ રેઇનગન ઇરિગેશન સિસ્ટમ માટે 1થી 3 હેક્ટર વિસ્તાર માટે રૂ. 35 હજાર, 4 થી 7 હેક્ટર માટે રૂ. 70 હજાર, 8 થી 10 હેક્ટર માટે રૂ. 1.05 લાખ સહાય આપવાનો નિર્ણય કર્યો છે. 

આ તમામ હેતુ માટે રાજ્ય સરકારે 2020-21ના અંદાજપત્રમાં રૂપિયા 100 કરોડની જોગવાઇ કરી હતી. રજીસ્ટર્ડ પાંજરાપોળો જે પોતાની માલિકીની જમીન ધરાવે છે તેમણે આ યોજના માટેની અરજી આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન કરવાની રહેશે.

આ ઉપરાંત એવી સ્પષ્ટ જોગવાઇ સૂચવી છે કે પાંજરાપોળની જમીનમાં સિંચાઇ માટે કેનાલ કે અન્ય ઉપલબ્ધ પાણીના સ્ત્રોતનો પ્રાથમિક ધોરણે ઉપયોગ કરવાનો રહેશે. અલબત્ત, ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા પાંજરાપોળોને છેલ્લા 3 વર્ષ દરમિયાન જે સહાય કોમ્પોનન્ટનો લાભ મળ્યો હશે તે સહાય કોમ્પોનન્ટ માટે આ યોજનામાં ફરી લાભ મળશે નહીં.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36UIRBP

0 Response to "પાંજરાપોળોને ઘાસચારાના ઉત્પાદન માટે સરકાર આર્થિક સહાય આપશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel