
ગુજરાત યુનિ. દ્વારા LLB અને LLMમાં આજથી પ્રવેશ પ્રક્રિયા
અમદાવાદ, તા. 25 ઓક્ટોબર, 2020, રવિવાર
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ત્રણ વર્ષના રેગ્યુલર એલએલબી અને પીજી લૉ એટલે કે એલએલએમમાં પ્રવેશ પ્રક્રિયા જાહેર કરવામા આવી છે. જેમાં આવતીકાલથી પિન વિતરણ સાથે પ્રક્રિયા શરૂ કરવામા આવનાર છે. હાલ રજિસ્ટ્રેશન માત્ર જુના પાસઆઉટ વિદ્યાર્થીઓ જ કરી શકે.
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન એલએલબીની હાલ 21 જેટલી કોલેજો છે જેમાં ઈડબલ્યુએસની 10 ટકા અનામત બેઠકો બાદ કરતા 3 હજાર જેટલી બેઠકો છે અને એલએલએમમાં યુનિ.ના પીજી સેન્ટર સહિત પાંચ સેન્ટરોમાં 550 જેટલી કોલેજો છે. એલએલબી અને એલએલએમમાં પ્રવેશ માટે આવતીકાલથી ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા શરૂ થનાર છે.
આવતીકાલથી બંને કોર્સ માટે ઓનલાઈન પિનવિતરણ શરૂ થશે અને રજિસ્ટ્રેશન પણ શરૂ થશે પરંતુ ગત વર્ષે કે અગાઉના જુના પાસ આઉટ વિદ્યાર્થીઓ હાલ રજિસ્ટ્રેશન કરી શકશે.ચાલુ વર્ષે યુજી-પીજીમાં પાસ થનારા વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયમાં માર્કસનો ડેટા આવતા ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરશે.
હાલ પિન વિતરણ અને રજિસ્ટ્રેશન ક્યાં સુધી ચાલશે તેની મુદ્દત નક્કી નથી કરાઈ.26મીથી શરૂ થનારી ત્રીજા તબક્કાની યુજી-પીજીની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થી પાસ થશે તેઓને પણ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવાની તક અપાશે જેથી રજિસ્ટ્રેશન હજુ પણ 20થી25 દિવસ ચાલશે.
થોડા દિવસમાં વિગતવાર પ્રવેશ કાર્યક્રમ જાહેર કરાશે. એલએલબી અને એલએલએમ બંને માટે ઓનલાઈન પિનના 175 રૂ.ચુકવવાના રહેશે. પ્રવેશ માટેની લાયકાત જનરલ કેટેગરી માટે 45 ટકા રહેશે અને હાલ ઉંમરની મર્યાદાને લઈને બીસીઆઈ તેમજ કોર્ટના અંતિમ નિર્ણયને આધીન શરતી પ્રવેશ અપાશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HyNCa3
0 Response to "ગુજરાત યુનિ. દ્વારા LLB અને LLMમાં આજથી પ્રવેશ પ્રક્રિયા"
Post a Comment