વેપારીને હનીટ્રપમાં ફસાવી પૈસા પડાવનાર ફરાર આરોપી પકડાયો

વેપારીને હનીટ્રપમાં ફસાવી પૈસા પડાવનાર ફરાર આરોપી પકડાયો


અમદાવાદ, તા. 25 ઓક્ટોબર, 2020, રવિવાર

સેટેલાઈટના વેપારીને હનીટ્રેપમાં ફસાવી નકલી પોલીસે 20 લાખ પાવ્યા હતા. આ કેસમાં ફરાર આસિફ ગેડીયાની સેટેલાઈટ પોલીસે સરખેજથી અટક કરી હતી. અગાઉ આ કેસમાં મહિલા સહિત ચાર આરોપી ઝડપાયા હતા.

સેટેલાઈટ પોલીસે આ કેસમાં ફરાર અને મુળ સપરેન્દ્રનગરના ગેડીયાના વતની આસિફ નસીફખાન ગેડીયા(29)ની સરખેજ ઉજાલા સર્કલથી અટક કરી હતી. આ કેસની વિગત મુજબ સેટેલાઈટમાં અને સી.જી.રોડ પર કરન્સી એક્સચેન્જનો વ્યવસાય કરતા વેપારીના ચાર વર્ષ પગેવા છુટાછેડા થયા હતા. દરમિયાન તે ટીન્ડર નામની એપ્લીકેશન દ્વારા જાનવી નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો.

બાદમાં યુવતીએ તેને એસી હાઈવેના એક ટી સ્ટોલ પર વેપારીને મળવા બોલાવ્યો હતો.બીજે દિવસે યુવતી વેપારીને વૈષ્ણોદેવી સર્કલ પાસેના એક ફ્લેટમાં લઈ ગઈ હતી અને અણછાજતુ વર્તન કરવા લાગી હતી.તે સમયે ત્રણ શખ્સે રૂમમાં ઘુસ્યા હતા. જેમાં પોલીસની વર્દી પહેરેલા શખ્સે પીએસઆઈ હોવાની ઓળખ આપીને વેપારીને માર માર્યો હતો.

આરોપીઓએ દુષ્કર્મના કેસમાં જેલમાં નાંખવાની ધમકી આપીને 50 લાખની માંગણી કરી વેપારી પાસેથી 20 લાખ પડાવ્યા હતા અને બાદમાં છોડી મુક્યો હતો. આ કેસમાં સેટેલાઈટ પોલીસે અગાઉ સમીર ચારણીયા અને શીતલ સહિત ચાર જમાની અટક કરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31Dt3Qr

0 Response to "વેપારીને હનીટ્રપમાં ફસાવી પૈસા પડાવનાર ફરાર આરોપી પકડાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel