IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા 2 સટોડિયા ઝબ્બે, કટિંગ કરનાર પાદરાનો ઈકબાલ ઇટાલી વોન્ટેડ

IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા 2 સટોડિયા ઝબ્બે, કટિંગ કરનાર પાદરાનો ઈકબાલ ઇટાલી વોન્ટેડ

વડોદરા, તા. 3 ઓક્ટોબર 2020, શુક્રવાર

વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે છાણી ગામના અમીન નગરમાં દરોડા પાડી IPL ક્રિકેટ મેચ પર ઓનલાઈન જુગાર રમાડી રહેલા બે શખ્સોને 50 હજાર ઉપરાંતની મત્તા સાથે ઝડપી પાડયા હતા જ્યારે જુગારનું કટિંગ કરનાર પાદરાના ઇકબાલ ઇટાલી નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે જાડી ગામ ખાતે આવેલા અમીન નગર મકાન નંબર 102માં રહેતા લક્ષ્મણભાઈ પટેલ પોતાના મકાનના ઉપરના માળે હાર્દિક પટેલ સાથે IPL ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોન ઉપર જુગારનો સટ્ટો રમાડે છે જેના આધારે પોલીસે ખાનગી ટુ વ્હીલર વાહનો પર દરોડો પાડી લક્ષ્મણ પટેલ અને હાર્દિક પટેલને ઝડપી પાડયા હતા.


પ્રાથમિક પૂછતાછ દરમિયાન બંને શખ્સોએ મેચ દરમિયાન લેવામાં આવતા સોદા મોબાઈલ ફોન ઉપર ઈકબાલ ઇટાલી (રહે-પાદરા) પાસે કટીંગ કરાવતા હોવાનું બહાર આવ્યું હતું. દરોડા દરમિયાન જાળી પોલીસે 3 મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 19,590, ટીવી, કેલ્ક્યુલેટર શહીત કુલ રૂપિયા 50,690ની મતા કબજે કરી બંને શખ્સોની જુગારધારા હેઠળ ધરપકડ કરી હતી જ્યારે પાદરાના ઈકબાલ ઇટાલીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Smdach

0 Response to "IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા 2 સટોડિયા ઝબ્બે, કટિંગ કરનાર પાદરાનો ઈકબાલ ઇટાલી વોન્ટેડ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel