કચ્છમાં તાપમાનનો પારો ૩પ ડિગ્રી પહોંચતા બપોરે ગરમીની અનુભુતિ

કચ્છમાં તાપમાનનો પારો ૩પ ડિગ્રી પહોંચતા બપોરે ગરમીની અનુભુતિ

ભુજ,શનિવાર

કચ્છમાં હાલે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસે ગરમી અને રાત્રિ હળવી ઠંડક અનુભવાઈ રહી છે. મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડયો હતો. કંડલા (એરપોર્ટ)માં કેન્દ્રમાં ૩૬.ર ડિગ્રી, ભુજમાં ૩પ.ર ડિગ્રી, કંડલા પોર્ટમાં ૩પ.૧ ડિગ્રી અને નલિયામાં ૩૩.ર ડિગ્રી નોંધાયું હતું.

ઓક્ટોબર માસની શરૃઆત થઈ ચૂકી છે ત્યારે વાતાવરણમાં ધીમે ધીમે પરિવર્તન અનુભવાઈ રહ્યું છે. મહત્તમ તાપમાન ૩પ-૩૬ ડિગ્રીની આસપાસ રહેતા બપોરે ગરમી અનુભવાઈ રહી છે. લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવા પામ્યો છે. રાત્રિના સમયે પવનની ગતિ વધુ રહેતી હોવાની સાથે હળવી ઠંડક અનુભવાઈ રહી છે.

જિલ્લા માથક ભુજમાં મહત્તમ તાપમાન ૩પ.ર ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ર૪.૪ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮૪ ટકા અને સાંજે પ૪ ટકા નોંધાયું હતું. સવારના સમયે હજુ ભેજનું પ્રમાણ ઉંચું નોંધાઈ રહ્યું છે. પવનની ગતિ સરેરાશ પ્રતિકલાક ૩ કિ.મી.ની અને દિશા દક્ષિણ-પશ્ચિમની રહી હતી.

ગુજરાતમાંથી ચોમાસું હજુ ૧૫ ઓક્ટોબરની આસપાસ સત્તાવાર રીતે વિદાય લઇ શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી દિવસોમાં છૂટાછવાયાં ઝાપટાં પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 

હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે નૈઋત્યના ચોમાસાએ ૨૮ સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનમાંથી વિદાય લેવાનું શરૃ કર્યું છે. આગામી દિવસોમાં સમગ્ર રાજસ્થાન, ઉત્તર મધ્ય પ્રદેશમાંથી ચોમાસું વિદાય લઇ લેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે અને તે દેશના મધ્ય ભાગમાં ધપી શકે છે. જેના પગલે દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ૯-૧૦ ઓક્ટોબરમાં હળવો વરસાદ પડે તેની સંભાવના છે. આ સિસ્ટમ બાદ ચોમાસું વિદાય લેવાનું શરૃ કરશે. આગામી ૧૦થી ૧૫ ઓક્ટોબર ચોમાસાની ગતિવિધિ સામાન્ય રહેશે. 

આ સ્થિતિએ ગુજરાતમાંથી ૧૫ ઓક્ટોબરની આસપાસ ચોમાસું વિદાય લઇ લે તેની પૂરી સંભાવના છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં ગુજરાતમાં ૪૪  ઈંચ સાથે મોસમનો ૧૩૫% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતના ૧૨૨ તાલુકામાં ૩૯.૩૭ ઈંચથી વધુ, ૧૧૭ તાલુકામાં ૧૯.૭૨ ઈંચથી ૩૯.૩૭ જ્યારે ૧૨ તાલુકામાં ૯.૮૮ ઈંચથી ૧૯.૬૮ ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ૯.૮૮ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હોય તેવા એકપણ તાલુકા નથી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lh8wZH

0 Response to "કચ્છમાં તાપમાનનો પારો ૩પ ડિગ્રી પહોંચતા બપોરે ગરમીની અનુભુતિ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel