
અનલોક-પઃકચ્છમાં લગ્ન અને અંતિમ ક્રિયામાં કોઈ છૂટ નહીં
ભુજ, શનિવાર
સમગ્ર દેશમાં કોવીડ-૧૯ની અસરોને નિાર્ધારિત કરવાના હેતુાથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓાથોરીટીના નિર્દેશો મુજબ સમગ્ર રાજયમાં જાહેર કરાયેલ કન્ટેન્મેન્ટ ઝોનમાં તા.૩૧-૧૦-૨૦૨૦ સુાધી લોકડાઉનની અવાધી લંબાવાઇ છે. આ સંદર્ભે કચ્છ કલેક્ટર દ્વારા પણ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. રાજકીય કાર્યક્રમોમાં સેંકડો લોકોની ભીડ વચ્ચે આ વખતે પણ સરકાર દ્વારા લગ્ન પ્રસંગો કે અંતિમક્રિયામાં અનુક્રમે પ૦ અને ર૦ લોકોની આપવામાં આવેલી છૂટમાં કોઈ વાધારો કરવામાં આવ્યો નાથી. જેમાં, તમામ જાહેર સૃથળોએ, કામકાજના સૃથળોએ અને પ્રવાસ દરમ્યાન મોઢું ઢંકાય તેમ માસ્ક/કાપડ પહેરવું ફરજીયાત છે. જાહેર સૃથળોએ ઓછામાં ઓછું ૬ ફુટનું અંતર જાળવવાનું રહેશે. (દો ગજ કી દુરી). મોટા મેળાવડાઓ અને સમારોહ પ્રતિબંિધત રહેશે. લગ્ન પ્રસંગોએ થતા સમારંભોમાં સામાજિક અંતરનું ચુસતપણે પાલન કરવાનું રહેશે તાથા મહેમાનોની સંખ્યા ૫૦ થી વાધતી જોઇએ નહિં. (ઈન્સીડન્ટ કમાન્ડર અને મામલતદારની પરવાનગી મેળવવાની રહેશે.) અંતિમ સંસ્કાર/અંતિમ ક્રિયાને લગતા કાર્યક્રમમાં પણ સામાજિક અંતરનું પાલન કરવાનું રહેશે. તાથા ૨૦ થી વાધુ વ્યકિતઓની અનુમતિ રહેશે નહિં. જાહેર સૃથળો અને કામકાજના સૃથળોએ થૂંકવા પર પ્રતિબંધ છે, તેમ છતાં કોઇ વ્યકિત જાહેરમાં થૂંકતો જણાશે તો તે બદલ રાજય સરકાર દ્વારા વખતો વખત હુકમાથી નિયત કરવામાં આવેલ દંડ વસુલ કરવામાં આવશે. પાન, ગુટકા, તમાકુનું સેવન જાહેર સૃથળોએ કરી શકશે નહિં.
કામકાજના સ્થળોએ શકય હોય ત્યાં સુધી ઘરેથી કામ કરવાની પધ્ધતિ અનુસરવાની રહેશે. કચેરીઓ, કામકાજના સ્થળો, દુકાનો, બજારો તથા ઔધોગિક અને વાણિજિયક સંસ્થાઓએ કામના કલાકો અલગ અલગ રાખવાના રહેશે. તમામ પ્રવેશવાના તથા બહાર નિકળવાના પોઇન્ટ અને કોમન એરિયામાં થર્મલ સ્ક્રેનિંગ, હેન્ડ વોશ અને સેનિટાઈઝરની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની રહેશે. માનવીય સંપર્કમાં આવનાર તમામ કોમન સુવિધાઓ જેવી કે, દરવાજાના હેન્ડલ વગેરે સહિત સમગ્ર કામના સ્થળે નિયમિત રીતે સેનિટાઈઝેશન કરાવવું જેમાં બે શિફટ વચ્ચે સેનિટાઈઝેશનનો પણ સમાવેશ થાય છે. કામકાજના સ્થળોએ દરેક સંચાલકોએ કામદારો વચ્ચે પર્યાપ્ત સામાજિક અંતર બાબતે ખાતરી કરવાની રહેશે અને બે પાળી વચ્ચે પુરતો સમય આપી ને, તેમજ જમવાના સમય વચ્ચે સમયાંતર જાળવી ને સામાજિક અંતર જળવાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lcdlmK
0 Response to "અનલોક-પઃકચ્છમાં લગ્ન અને અંતિમ ક્રિયામાં કોઈ છૂટ નહીં"
Post a Comment