
મોડવદર અને કોજાચોરા નજીક અકસ્માતમાં બે યુવાનના મોત
ભુજ, બુાધવાર
ગાંધીધામ તાલુકાના મોડવદર અને માંડવી તાલુકાના કોજાચોરા નજીક અકસ્માત સર્જાતા બાઈક સવાર બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જ્યારે પધૃધરમાં પાણીના ટાંકામાં ડુબી જતા નાની બાળા અને આંબરડીમાં ઝેરી દવા પી લેતા આાધેડના મોત નિપજ્યા હોવાનું પણ પોલીસ ચોપડે નોંધાયું છે.
ગાંધીધામ તાલુકાના મોડવદરના પુલ ઉતરતી વેળાએ એક મોપેડને જીજે ૧૨ ઝેડ ૨૭૦૫ના ટ્રેલરે ટક્કર મારતા મુળ રાપરના નાંદા ગામના અને હાલ ભારતનગરની ગીતા સોસાયટીમાં રહેતા મોપેડ સવાર કિશોરસિંહ દિલુભા જાડેજા(ઉ.વ.ર૩)ને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. બીજી તરફ માંડવી તાલુકાના કોજાચોરા દરશડી રોડ પર બાઈક સ્લીપ થતા માંડવીના વાંઢ ગામે રહેતા શામજી મેઘરાજ સંઘાર(ઉ.વ.૩૩)ને માથાના ભાગે ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેઓએ દમ તોડી દીધો હતો. અન્ય એક ઘટનામાં પધૃધર ગામે પાંચ વર્ષની બાળા હિરલ પાણીની કુંડીમાં પડી જતા મોતને ભેટી હતી. જ્યારે આંબરડી ગામે ભરત કેશવજીભાઈ પટેલે મગમાં છંટકાવ કરવાની ઝેરી દવા કોઈ કારણોસર પી લેતા તેણે ભુજની હોસપિટલમાં દમ તોડી દીધો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SAwP8n
0 Response to "મોડવદર અને કોજાચોરા નજીક અકસ્માતમાં બે યુવાનના મોત"
Post a Comment