
ભુજમાં કરચોરો સામે પાલિકાની લાલ આંખ
ભુજ, બુાધવાર
ભુજ પાલિકાની ૨૦ કરોડાથી વધુની બાકી વસુલાત બોલે છે. વર્ષોથી કોમર્શિયલ મિલ્કતોથી લઈને રહેણાંક પ્રોપર્ટીધારકો નાણા ભરતા ન હોવાથી આિાર્થક સિૃથતી ડામાડોળ બની છે. તે વચ્ચે આજે ભુજ પાલિકાએ ત્રીજુ નેત્ર ખોલીને શહેરની કોમર્શિયલ મિલ્કતો પર તવાઈ બોલાવી હતી. નોટીસ આપ્યા બાદ પણ દાદ ન આપનારી હોટલ, દવાખાના સહિતના કોમર્શિયલ પ્રકલ્પોને સીલ કરવા સાથે પાણી અને ગટર કનેકશન કાપી નખાયા હતા.
સવારે ભુજ સ્ટેશન રોડ પર કાર્યવાહીની શરૃઆત કરાઈ હતી. જેમાં જાણીતી કેબીએન હોટલના ૨.૭૫ લાખનો વેરો બાકી હોવાથી પાણી અને ગટરના કનેકશન સૃથળ પર જ કાપી નખાયા હતા. લાંબા સમયાથી હોટલને નોટીસ અપાતી હતી આમછતાં તેનો જવાબ કે નાણા ભરવાની દરકાર લેવાઈ ન હતી. તે જ રીતે વિજયનગરમાં આવેલી હોટલ ગણેશને સીલ કરવા સાથે કનેકશન કપાયા હતા. ઉપરાંત હેમા અતુલ મોડેસરાનું દવાખાનું અને ક્રિષ્ના ચેમ્બરમાં ગોવિંદ પટેલનો ફર્સ્ટ ફલોર સીલ કરવામાં આવ્યો છે. તમામ મિલ્કતોનો અંદાજીત ૫ લાખનો વેરો બાકી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે ચીફ ઓફીસરે જણાવ્યું હતું કે, જે કોમર્શિયલ મિલ્કતના ૧૦ વર્ષાથી વધુના લેણા બાકી છે તેવી મિલ્કતોના પાણી અને ગટરના કનેકશન કાપવા સાથે મિલ્કત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છ.ે સનરાઈઝ ઈમારતના ૧૫ લાખની વસુલાત બાકી હોવાથી તેના પણ ગટર અને પાણીના કનેકશન કાપી નખાયા હતા. હાલે એક લાખાથી વધુની રકમ જેની બાકી છે તેના કનેકશન કાપવામાં આવી રહ્યા છે.આગામી સમયમાં રહેણાંક પ્રોપર્ટીધારકો પણ તવાઈ બોલાવવામાં આવશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GA4AEy
0 Response to "ભુજમાં કરચોરો સામે પાલિકાની લાલ આંખ"
Post a Comment