અમદાવાદ: નારોલના ચીકુવાડી નજીક જીંદાલ વર્લ્ડવાઇડ નામની કાપડ બનાવતી ફેક્ટરીના સ્ટોરેજ ગોડાઉનમાં ભીષણ આગ

અમદાવાદ: નારોલના ચીકુવાડી નજીક જીંદાલ વર્લ્ડવાઇડ નામની કાપડ બનાવતી ફેક્ટરીના સ્ટોરેજ ગોડાઉનમાં ભીષણ આગ


અમદાવાદ, તા. 1 નવેમ્બર 2020 રવિવાર 

આગની માહિતી મળતા અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝના એડી. ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ તેમના મદદનીશ અધિકારીઓ તથા 60 થી વધુ ફાયરમેન સ્ટાફ અને ફાયર ફાયટર, વોટર ટેન્કર, વોટર બાઉઝર, ટર્ન ટેબલ લેડર મળી 16 થી વધુ ફાયર ના વાહનો સાથે આગના બનાવના ઘટના સ્થળે તાત્કાલીક પહોંચી જઇ સતત છ કલાક સુધી ભારે જહેમત અને વ્યુહાત્મક રીતે પાણીનો મારો ચલાવી ફેક્ટરીના અંદર બાજુ માં પડેલ કરોડો રુપિયાનો કાપડનો જથ્થો બચાવી લીધેલ હતો.

એડી. ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટના જણાવ્યા મુજબ આગ છ કલાકની ભારે જહેમત બાદ કાબુમાં આવી ગયેલ છે. આ આગથી કોઈ ઈજા કે જાનહાની થયેલ નથી. 

આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જે અંગે એફ એસ એલ દ્વારા આગનું ચોક્કસ કારણની તપાસ કરવામાં આવશે. ફાયરના વરીષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ આ આગથી તુટી પડેલ શેડ આગ બુઝાવવામાં અવરોધ ઉભા કરી રહેલ છે. જે હટાવડાવી ત્યાર બાદ આગને સંપૂર્ણ બુઝાવતા હજુ બીજા ચાર થી છ કલાક થાય તેમ છે.

ફેક્ટરીમાં ફીટ કરવામાં આવેલ ફાયર સેફ્ટી ના સાધનો અસરકારક રીતે કાર્યક્ષમ હોવાથી અને વિશાળ માત્રામાં પાણીનો જથ્થો ફેક્ટરીમાં ઉપલબ્ધ હોવાથી આગ પર કાબુ મેળવવા માં મહત્વની અસરકારક ભૂમિકા બજાવી કરોડો રુપિયાની સંપતિ બચાવી લેવામાં આવેલ હતી તેમ ઉમેર્યું હતું.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JhnMYy

0 Response to "અમદાવાદ: નારોલના ચીકુવાડી નજીક જીંદાલ વર્લ્ડવાઇડ નામની કાપડ બનાવતી ફેક્ટરીના સ્ટોરેજ ગોડાઉનમાં ભીષણ આગ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel