
ભુજ પાલિકાએ વાહનોમાં જીપીએસ બગાડી નાખ્યા બાદ હવે ફરીથી નવી સિસ્ટમ નખાશે!
ભુજ, શનિવાર
ભુજપાલિકાએ ૪ વર્ષ પૂર્વે શહેરના સફાઈ કોન્ટ્રાકટરોના વાહનોમાં ૮ લાખના ખર્ચે જીપીએસ સિસ્ટમો ફીટ કરીને તેનો હેતુ દર્શાવતા એવો દાવો કર્યો હતો કે, કામચોરી ન થાય અને કચરાનું કલેકશન યોગ્ય રીતે થાય છે, તે માટે રોજ મોનટરીંગ કરાશે. પરંતુ હંમેશાની જેમ આ આયોજન એક દિવસ પણ અમલી બની શક્યું ન હતું. એકમાસમાં જ તમામ વાહનોની સિસ્ટમો બંધ કરીને ફેંકી દેવાઈ હતી આૃથવા જાણીબુઝીને બગાડી નખાઈ હતી. આમછતાં આ ખર્ચ કરનારા શાસકોએ કોઈ ચું કે ચાં કરી ન હતી. હવે આ જ પદાિધકારીઓ ફરી સફાઈના વાહનોના મોનીટરીંગના બહાને લાખોનો ખર્ચ કરવા વિચાર કર્યો છે. આ વખતે નાનકડું ભુજ ન સંભાળી શકનારા સત્તાધીશો મેટ્રોસીટીના વાદે મોંઘીદાટ રેડીયો ફ્રિકવન્સી આઈન્ડેફિકેશન સિસ્ટમ નાખવા થનગની રહ્યા છે. આ બાબત બહાર આવતા સફાઈના નામે ફરી ગતકડા કરીને બિલ ઉભા કરવાની દાનત છતી ગઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ પાલિકા સફાઈ કામ જુદા જુદા ૪ વિભાગ કરીને કોન્ટ્રાકટરોનેઆપે છે. જેમાં કચરાનું કલેકશન પણ ઠેકેદારો કરે છે. પાલિકા સાથેના એગ્રીમેન્ટ મુજબ વાહનો કોન્ટ્રાકટરોના હોય છે. પરંતુ આ એગ્રીમેન્ટમાં એવા કોઈ નિયમો હોતા નાથી કે આવી કોઈ સિસ્ટમો ફીટ કરાયા બાદ તે બગાડી નખાશે કે ચોરી થઈ જશે તો તેનો ખર્ચ ઠેેકેદારના બિલમાંથી કાપી નાખીને ફરી તેને જ નવી નખાવી પડશે. આમ કોન્ટ્રાકટરો શાસકોના લાડલા હોવાથી નગરપાલિકાને ધુંબો આવે તેવા નિયમો બનાવાતા હોય છે. આવા નિયમોના પરિણામે જ ૪ વર્ષ પહેલા થોકબંધ ટ્રેકટરોમાં જીપીએસ સિસ્ટમો ફીટ કરવામાં આવી હતી. જેનો હેતું શહેરમાંથી કચરા ઉપાડ થઈને તેનો નિકાલ યોગ્ય સૃથાને થાય છે. તેમજ વાહન કાર્યરત છે કે નહીં તે કામગીરીનું રોજ મોનીટરીંગ કરવાનો હતો. પરંતુ જીપીએસ સિસ્ટમ નખાયા બાદ તેના બિલ તિજોરીમાંથી નીકળી ગયા બાદ કોઈપણ જાતનું મોનીટરીંગ કરાયું ન હતું . સિસ્ટમો કાર્યરત છે કે નહીં તેની તપાસ કરવાની પણ ચીફ ઓફીસર, નગરપતી કે સેનીટેશન શાખાના બ્રાન્ચ હેડ કે ચેરેમને તસ્દી લીધી ન હતી. જેાથી આજે ૮ લાખના ખર્ચેની આ તમામ સિસ્ટમો ક્યાં ગાયબ થઈ ગઈ તે જ કોયડો બની ગયો છે. બદલાતા ઠેકેદારો સાથે તેના વાહનોમાં આ સિસ્ટમો પણ ચાલી ગઈ અને બંધ પડી ગઈ. આમ, પાલિકાને સફાઈના નામે રીતસરનો ધુંબો લગાવાયો હતો. હવે આવું જ ફરી નાટક કરવા આયોજન ઘડાઈ રહ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ મેટ્રોસીટી તાથા સ્માર્ટસીટી સફાઈના વાહનોમાં રેડીયો ફ્રિકવન્સી આઈન્ડેટીફિકેશન સિસ્ટમ મુકાયેલી હોય છે. જેનું સંચાલન કોપોરેશન કે મ્યુનિસીપાલીટીના કર્મચારીઓ કચેરીમાં બેસીને ઓનલાઈન કરીને શહેરના ક્યાં વિસ્તારમાં આ વાહનો ખરેખર કામ કરવા ગયા અને ક્યા ંનાથી ગયા તેનું ધ્યાન રાખતા હોય છે. જેમાં કોઈ વાહનો કામચોરી કરે તો વાહનોમાં ફીટ કરાયેલી ચીપના આાધારીત ઓનલાઈન જ જાણ થઈ જાય છે. આમ, કોન્ટ્રાકટરોના બિલમાંથી રકમ કાપી નાખવા સાથે શહેરની સફાઈ અંગે પણ ઓનટાઈમ જાણ થઈ જાય છે. તાથા ફરીયાદોનો ઉકેલ પણ ત્વરાએ લાવી શકાય છે. આ વાહનોને ટ્રેક કરવા મોટા શહેરોમાં પ્રશિક્ષણ પામેલી સેનીટેશનની એક આખી પ્રમાણીક ટીમ કામ કરતી હોય છે.જેાથી જ ઈંદોર જેવા શહેરો આખા દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રાથમ સૃથાન મેળવી શકે છે. જ્યારે ભુજમાં ભ્રષ્ટાચાર અને અપ્રમાણિકતા મુદે એવોર્ડ મળે તેવી સિૃથતિ છે. તેઓ દ્વારા કોઈપણ પ્રોજેકટ અને આયોજન માત્ર ને માત્ર ટુંકાગાળા માટે ઉભું કરીને તેના નામે બિલ બની જાય તો પોતાના બેંક બેલેન્સ વાધે તે જ હોય છે. શરમજનક વાત એ છે કે, ૫ વર્ષ પુર્વે પાલિકામાં ઓનલાઈન થમ્બ આાધારીત હાજરી પુરવાની સિસ્ટમ મુકાઈ તેનું પાલન પણ આજદિન સુાધી સત્તાધીશો કે અિધકારી કરાવી શક્યા નાથી. આવા તો અનેક ડીઝીટલ પ્રોજેકટ અભેરાઈએ ધુળ ખાય છે. ત્યારે જીપીએસ સિસ્ટમને બરબાદ કરી નાખનાર પાલિકા ફરી આધુનિક સિસ્ટમ લગાવવા ઉત્સાહીત બનતા આ મુદો ટીકાનો અને ચર્ચાનો બન્યો છે. અગાઉની સિસ્ટમો નાખીને તેને તોડીફોડી નાખનારા પાસેાથી નાણાની વસુલાત કરાય તેવી માંગણી કરાઈ છે. તે વચ્ચે આરએફઆઈડી સિસ્ટમ નાખવાની તૈયારીઓ કરતા શાસકોના નીતિ સામે અનેક સવાલો ઉભા થયા છે. મોનીટરીંગ અભેરાઈ મુકીને ફરી તિજોરીને લાખોનો ચુનો લગાવાશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jIwtYt
0 Response to "ભુજ પાલિકાએ વાહનોમાં જીપીએસ બગાડી નાખ્યા બાદ હવે ફરીથી નવી સિસ્ટમ નખાશે!"
Post a Comment