કચ્છ જિલ્લામાં દિવસ અને રાત્રિના તાપમાનમાં૧૬ ડિગ્રીનો તફાવત!

કચ્છ જિલ્લામાં દિવસ અને રાત્રિના તાપમાનમાં૧૬ ડિગ્રીનો તફાવત!

ભુજ, બુાધવાર

કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચે જઈ રહ્યો છે. ભુજમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૩૮.૪ ડિગ્રી સે. હતુ તે વાધીને ૩૯.૨ ડિગ્રીના આંકને સ્પર્શી ગયું હતું. કંડલા (એરપોર્ટ) કેન્દ્રમાં ૩૮.૮ ડિગ્રી અને નલિયામાં ૩૭.૬ ડિગ્રી સે. નોંધાયું હતું. બપોરે તાપ અને રાત્રેના તાપમાનમાં મોટા તફાવતાથી વાતાવરણીય વિષમતા યાથાવત રહી છે. શરદી-ઉાધરસના વાયરા પણ વધ્યા છે. 

શનિવારાથી શારદીય આસો નવરાત્રિ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે બપોરે આકરી ગરમી અને રાત્રે ઠંડી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે ૧૬ ડિગ્રી સેન્ટીગ્રેડના મોટા તફાવતાથી વાતાવરણીય વિષમતા જોવા મળી રહી છે. ભુજમાં મહત્તમ ૩૯.૨ ડિગ્રી અને લઘુત્તમ ૨૩.૨ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૫૫ ટકા અને સાંજે ૧૭ ટકા જેટલું નોધાયું હતું. પવનની ગતિ પ્રતિકલાક સરેરાશ ૪ કિમીની અને દિશા ઉત્તર-પુર્વની રહી હતી. આખો દિવસ ઉનાળા જેવી ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. કંડલા (એ) ૩૮.૮ ડિગ્રી તાપમાને અંજાર-ગાંધીધામ સહિત કંડલા કોમ્પલેક્ષના વિસ્તારના લોકો અકળાઈ ઉઠયા હતા. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/317Ywu9

0 Response to "કચ્છ જિલ્લામાં દિવસ અને રાત્રિના તાપમાનમાં૧૬ ડિગ્રીનો તફાવત!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel