
કચ્છના સાત તાલુકાઓમાં કોરોનાનો એક પણ કેસ નહિંઃ નવા ૨૦ કેસો
ભુજ,બુધવાર
કચ્છમાં કોરોના ચોમાસાની ઋતુની માફક વિદાય લઈ રહ્યો હોય તેમ આજે સાત તાલુકાઓમાં એક પણ કેસ નોંધાયો નાથી. જયારે પોઝીટીવ કેસોમાં ઉતાર ચડાવ રહેતો હોય તેમ મંગળવારે ૧૫ કેસો બાદ આજે પાંચ કેસોનો વાધારો થઈને નવા ૨૦ કેસો નોંધાયા હતા. જયારે અબડાસામાં તો જાણે ચુંટણી પત્યા બાદ જ કોરોનાના કેસો નોંધાવાના હોય તેવો તાલ જોવા મળે છે.
આજે અંજારના ગ્રામ્યમાં ૧, ભુજ શહેર ૧૦ અને ગ્રામ્યમાં ૭, મુંદરા તાલુકામાં ૨ એમ શહેરી વિસ્તારમાં ૧૦ અને ગ્રામિણમાં ૧૦ મળી કુલ ૨૦ કેસો નોંધાયા હતા. નવાઈની વાત એ છે કે, આજે સાત તાલુકામાં એક પણ કેસ નોંધાયો નાથી. અબડાસા, ભચાઉ, ગાંધીધામ, લખપત, માંડવી, નખત્રાણા અને રાપર તાલુકામાં એક પણ કેસ જોવા મળ્યો નાથી. એકટીવ પોઝીટીવ કેસો ૩૦૩ જયારે કુલ પોઝીટીવ કેસોનો આંક ૨૪૬૦ થયો છે. આજે ૨૩ દર્દીઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lOqDX6
0 Response to "કચ્છના સાત તાલુકાઓમાં કોરોનાનો એક પણ કેસ નહિંઃ નવા ૨૦ કેસો"
Post a Comment